Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં

Gandevi news : ગણદેવી તાલુકામાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઇ.

 Gandevi news : ગણદેવી તાલુકામાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઇ. બ્લેક સ્પોટની સામુહિક સાફ સફાઈ, સૂકો અને ભીનો કચરાનું વર્ગીકરણ, વૃક્ષારોપણ, કચરામાંથી ખાતર બનાવવાની શોર્ટ ફિલ્મ જેવી પ્રવૃતિઓ થકી નાગરિકોને જાગૃત કરાયા - નવસારી,તા.૧૮: 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની તથા જાગૃત નાગરિકોના સહકાર થકી 'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' સૂત્ર સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમા નવસારી જિલ્લામાં પણ આ અભિયાન વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ થકી મહાઅભિયાનમાં પરિણમ્યું છે. આજરોજ ગણદેવી તાલુકાના ધમડાછા ગામના વડ ફળિયુ આગળ સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત બ્લેક સ્પોટની સામુહિક સાફ સફાઈ કરવામાં આવી હતી. Black Spots  એટલે એવા સ્થળ જ્યાં સામાન્ય રીતે ગામમાં કચરો નાખવામાં આવે છે. એવા સ્થળોને આઇડેન્ટીફાઇ કરી આ સ્થળોની સામુહિક સાફસફાઇ હાથ ધરી તે જગ્યાને સ્વચ્છ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત કછોલી ગામે ગામની જાગૃત બહેનોને સૂકો અને

Navsari news: નવસારી તાલુકાના સિસોદરા(ગણેશ) ગામે સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ

  Navsari news: નવસારી તાલુકાના સિસોદરા(ગણેશ) ગામે સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ નવસારી,તા.૧૯: આજ રોજ સ્વચ્છતા હીઁ સેવા કાર્યક્રમ હેઠળ નવસારી તાલુકાના સિસોદરા(ગણેશ) ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં જ્યાં કચરો વધારે થાય છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવી હતી. અને ગામને કચરા મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોને આસપાસ સ્વચ્છતા જાળવવા જાગૃત કરાયા હતા. 

Gandevi |Bilimora: મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ

Gandevi |Bilimora: મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા  'સ્વચ્છતા હી સેવા'- ૨૦૨૪ અંતર્ગત બીલીમોરા નગરપાલિકા ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ - નવસારી,તા.૧૮: નવસારી જિલ્લામાં આજરોજ 'સ્વચ્છતા હી સેવા'- ૨૦૨૪ અંતર્ગત બીલીમોરા નગરપાલિકા ખાતે N.C.M. શાળા અને નગર પાલિકાના અધિકારી કમ્રચારીઓ, શિક્ષકો સાથે મળી સ્વચ્છતા રેલીનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, નગર પાલિકા સ્ટાફ નગરજનોએ સ્વચ્છતા જાળવવાની શપથ લીધી હતી. આ સાથે પ્રતિબંધિત 'પ્લાસ્ટીક બંધ કરો', 'સ્વચ્છતા જાળવો' જેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સ્વચ્છતાનુ મહત્વ સમજાવામા આવ્યુ હતું.

ગણદેવી નગરપાલિકા દ્વારા ડી.આઈ. કે. કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી

 Gandevi: ગણદેવી નગરપાલિકા દ્વારા ડી.આઈ. કે. કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી નવસારી,તા.૧૮: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા અને ડી.આઈ. કે. કન્યા શાળાના બાળકો સાથે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી નગરપાલિકા પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલ, આરોગ્ય ચેરમેનશ્રી સારિકાબેન પટેલ, તથા નગરપાલિકાના સભ્યો ચીફ ઓફિસર શ્રી પ્રાચી પી. દોસી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા જાળવવા બાબતે સ્વચ્છતા જાગૃતિ રેલી અને શાળાના બાળકો સાથે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા. 

Navsari : માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા "એક પેડ માં કે નામ" અંતર્ગત જિલ્લામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું

Navsari : માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા "એક પેડ માં કે નામ" અંતર્ગત જિલ્લામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું તેમજ ગ્રામ્યકક્ષાએ વનમહોત્સવની ઉજવણીની સાથોસાથ ૧૦૦૦થી વધારે રોપાઓનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરાયું. આજરોજ માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા "એક પેડ માં કે નામ" અંતર્ગત જિલ્લામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું તેમજ ગ્રામ્યકક્ષાએ વનમહોત્સવની ઉજવણીની સાથોસાથ ૧૦૦૦થી વધારે રોપાઓનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરાયું. #एक_पेड़_माँ_के_नाम pic.twitter.com/I4Wd5bNJij — Collector & DM Navsari (@CollectorNav) September 17, 2024

નવસારીની મિશ્રશાળા નં-૭માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

  નવસારીની મિશ્રશાળા નં-૭માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું   

વાંસદામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા મહોત્સવનું આયોજન

  વાંસદામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા મહોત્સવનું આયોજન