પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
નવસારી જુનિયર હોકી ટીમ રાજ્ય ચેમ્પિયન 🏑 હોકી ગુજરાતના નેજા હેઠળ તથા હોકી રાજકોટ દ્વારા મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, રાજકોટ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ જુનિયર ભાઈઓ હોકી ચેમ્પિયનશીપ 2025-26માં નવસારી જિલ્લાની જુનિયર હોકી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. સ્પર્ધા દરમિયાન નવસારી ટીમે દરેક મેચમાં દમદાર રમત રજૂ કરી. પ્રથમ મેચમાં યજમાન રાજકોટને 7-0થી પરાજિત કર્યા, સેમિફાઇનલમાં અમરેલી સામે 6-1થી ભવ્ય જીત નોંધાવી અને ફાઇનલ મુકાબલામાં દાહોદને 3-2થી હરાવી ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તમામ વિજેતા ખેલાડીઓ તથા ટીમને ઉત્તમ માર્ગદર્શન આપનાર કોચ શ્રી શિરીષભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની આ સફળતાએ સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી જગાવી છે અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. 🏑 #NavsariHockey #GujaratStateJuniorHockey #StateChampions #JuniorHockeyChampionship #HockeyGujarat #NavsariPride #ChampionsOfGujarat #HockeyIndia #YoungAthletes #SportsExcellence #khergamnews...