પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
Gandevi |Bilimora: મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ
'સ્વચ્છતા હી સેવા'- ૨૦૨૪ અંતર્ગત બીલીમોરા નગરપાલિકા ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ
-
નવસારી,તા.૧૮: નવસારી જિલ્લામાં આજરોજ 'સ્વચ્છતા હી સેવા'- ૨૦૨૪ અંતર્ગત બીલીમોરા નગરપાલિકા ખાતે N.C.M. શાળા અને નગર પાલિકાના અધિકારી કમ્રચારીઓ, શિક્ષકો સાથે મળી સ્વચ્છતા રેલીનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, નગર પાલિકા સ્ટાફ નગરજનોએ સ્વચ્છતા જાળવવાની શપથ લીધી હતી. આ સાથે પ્રતિબંધિત 'પ્લાસ્ટીક બંધ કરો', 'સ્વચ્છતા જાળવો' જેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સ્વચ્છતાનુ મહત્વ સમજાવામા આવ્યુ હતું.




Comments
Post a Comment