Skip to main content

Posts

Showing posts from May, 2024

નવસારી અને વલસાડના ખેડૂતો માટે નવી આશાનું કિરણ – રૂ. ૪૫ કરોડના નહેર આધુનિકીકરણના કામોનો પ્રારંભ

  નવસારી અને વલસાડના ખેડૂતો માટે નવી આશાનું કિરણ – રૂ. ૪૫ કરોડના નહેર આધુનિકીકરણના કામોનો પ્રારંભ નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે 2025ના નવાં વર્ષની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર સાથે થઈ છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના અંતર્ગત નવસારી તાલુકાના નાગધરા ગામે નહેર આધુનિકીકરણના રૂ. ૪૫ કરોડથી વધુના ૨૨ કામોનું ખાતમુહૂર્ત કર્યુ. આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પથી નવસારી અને વલસાડના ૪૭૮૦ હેક્ટર જમીનના ખેડુતોને સિંચાઈની સુવિધા મળશે. ઈ-તકતીનું અનાવરણ કરીને મંત્રીશ્રીએ ખેડૂતોને પાણીની અસરકારકતા અને સિંચાઈ માટે આધુનિક નહેર સિસ્ટમના મહત્ત્વ પર ભાર મુકાયો. નહેર આધુનિકીકરણ: પાણી બચાવ અને વધુ પાક ઉત્પાદન આ યોજનાથી નહેરોમાં લીકેજ અને સીપેજને રોકી પાણીનો ઓછામાં ઓછો વેડફાટ થાય તે સુનિશ્ચિત કરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતો માટે સિંચાઈની સુવિધા વધુ સુદ્રઢ બની રહેશે. આ કામો માત્ર જમીન અને પાકને જ નહીં, પણ વાહનવ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાઓને પણ ઉકેલાશે. ‘કેચ ધ રેન’ અભિયાન – વડાપ્રધાનના સંદેશની પુનરાવૃત્તિ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધત...

કરાડી ગામ, નવસારી, ગુજરાત

  કરાડી ગામ, નવસારી, ગુજરાત

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

    Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજ...

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

 Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ ત...

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                                         Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવા...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                                                                                                                    NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં...

Chikhli (Jagruti vidyalaya rumla): ચીખલી તાલુકાના રૂમલા ગામની જાગૃતિ વિદ્યાલયનું ધો.૧૦નું ૮૯ ટકા પરીણામ

   Chikhli (Jagruti vidyalaya rumla): ચીખલી તાલુકાના રૂમલા ગામની જાગૃતિ વિદ્યાલયનું ધો.૧૦નું ૮૯ ટકા પરીણામ

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત ગુજરાત 396521 રોડ પર સ્થિત છે, તે ભારતમાં સ્થિત છે. ધમધમતા વિસ્તારમાં સ્થિત, સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતું છે. નવસારીમાં એક વ્યૂહાત્મક સ્થાન, ગુજરાત રાજ્યના એક શહેર, તેને સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે. ઇકો પોઇન્ટ સોલધરા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેને આ પ્રદેશમાં એક લોકપ્રિય શોપિંગ સ્થળ બનાવે છે. ચીખલીના સોલધરા સ્થિત ઈકો પોઈન્ટ ખાતે બાળકોને મનોરંજન માટે ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી અને પ્રકૃતિના તાલમેલ સાથે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથે પ્રકૃતિના રક્ષણ માટેની જાણકારી પણ આપવામાં આવી રહી છે. સોલધરા ગામે પાણીથી છલોછલ રહેતા વિશાળ તળાવની પાળે સ્થાનિક પ્રકૃતિપ્રેમી દંપતી અશોકભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલ દ્વારા વિસરાઈ રહેલી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવાના અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. તળાવન...

Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

      Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,નવસારી-25 લોકસભા સીટ

   નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,નવસારી-25 લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024   #Election2024   #ChunavKaParv   #DeshKaGarv   @ECISVEEP   @CEOGujarat   pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav)  May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv   #ChunavKaParv   pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari)  May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024   @CEOGujarat   @ECISVEEP   pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav)  May 7, 2024 લોકશાહી...

Navsari : નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમે મતદાન કર્યું.

            Navsari : નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમે મતદાન કર્યું.

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                                                   Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા ...

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

       Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

વાંસદા તાલુકા વિશે| About vansda Taluka

 વાંસદા તાલુકા વિશે| About vansda Taluka  વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.વાંસદા ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે. તેઓ તેમની કુકણા બોલી, ધોડિઆ બોલીનો ઉપયોગ પોતાના સામાન્ય વહેવાર દરમ્યાન કરે છે. આ બોલીઓ ગુજરાતી ભાષા કરતાં જુદી હોય છે.                                         આ ગામમાં ખેતી, ખેતમજુરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અંહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પહેલાં અંહી નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ હાલના સમયમાં શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. અંહીના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. અંહીના લોકો ક...