મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત ગુજરાત 396521 રોડ પર સ્થિત છે, તે ભારતમાં સ્થિત છે. ધમધમતા વિસ્તારમાં સ્થિત, સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતું છે. નવસારીમાં એક વ્યૂહાત્મક સ્થાન, ગુજરાત રાજ્યના એક શહેર, તેને સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે. ઇકો પોઇન્ટ સોલધરા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેને આ પ્રદેશમાં એક લોકપ્રિય શોપિંગ સ્થળ બનાવે છે.
ચીખલીના સોલધરા સ્થિત ઈકો પોઈન્ટ ખાતે બાળકોને મનોરંજન માટે ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી અને પ્રકૃતિના તાલમેલ સાથે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથે પ્રકૃતિના રક્ષણ માટેની જાણકારી પણ આપવામાં આવી રહી છે.
સોલધરા ગામે પાણીથી છલોછલ રહેતા વિશાળ તળાવની પાળે સ્થાનિક પ્રકૃતિપ્રેમી દંપતી અશોકભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલ દ્વારા વિસરાઈ રહેલી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવાના અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. તળાવની પાળે સિઝન મુજબ અલગ અલગ પ્રકારના પક્ષીઓના આવાગમન માટે અનુકૂળ એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ મોટી સંખ્યામાં રંગબેરંગી વિવિધ પ્રકારના પતંગિયા તથા અન્ય પક્ષીઓનું આવાગમન વધી ગયું છે. તળાવની પાળે બળદગાડુ પણ ગોઠવાયું છે તો વિશાળ વૃક્ષ સાથે બાળકોને ઉપર ચઢવા માટે ઝુલો પણ બાંધવામાં આવ્યો છે. ઉપરાંત તળાવમાં પોલ્ટ્રીફાર્મ પણ બનાવાયું છે.
સોલધરા ઈકો પોઈન્ટ સ્થિત તળાવમાં બોટિંગ માટે ઈકો ફ્રેન્ડલી બોટ પણ અશોકભાઈ દ્વારા વિકસાવવામાં આવી છે. બોટ માટે કોઈપણ પ્રકારના ઈંધણની જરૂરિયાત નથી એટલે પ્રદુષણ પણ થતું નથી અને કોઈ ખર્ચ પણ લાગતો નથી. ઉપરાંત આંબાના વર્ષો જૂના વૃક્ષ ઉપર બે જેટલા ટ્રી હાઉસ પણ બનાવાયા છે. ટ્રી હાઉસની દિવાલમાં વાંસ અને લાકડાનો જે ઉપયોગ કરી દિવાલ પર છાણનું લીંપણ કરવામાં આવ્યું છે અને ટ્રી હાઉસમાં બેડ પણ વાંસના બનાવાયા છે. આમ પ્રકૃતિના તાલમેલ સાથે અદભૂત સુવિધા ઉભી કરવામાં આવી છે.
ઉપરાંત અશોકભાઈ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો અને બાળકોને ઝેરી, બિનઝેરી સાપોનું નિદર્શન કરી જાણકારી પણ આપવામાં આવી રહી છે. ઉપરોક્ત પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા મોટાપાયે મધનું ઉત્પાદન કરાતું હોય ત્યાં વિવિધ પ્રકારની મધમાખીઓનું નિદર્શન કરવામાં આવે છે.
સંચાલક અશોકભાઇ પટેલ દ્વારા મધ ઉછેર કેન્દ્ર, ઔષધિય છોડો, વર્મી કમ્પોસ્ટ, એનિમલ, મત્સ્યપાલન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ ઇકો પોઇન્ટની વિવિધ શાળાના વિદ્યાથીઓ પણ મુલાકાતે આવે છે. બાળકો ફિયરલેસ કમાન્ડો નેટ ઝાડો પર બનાવેલા ટ્રી હાઉસની મઝા લઇ આનંદિત થાય છે. કુદરતી વાતાવરણથી ભરપૂર સ્થળ અને રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. બાળકો માટે આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ છે. તળાવમાં બોટીંગની સુવિધા ઉપ્લબ્ધ છે. સેફ્ટી માટે કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. કુદરતી મધનું ઉત્પાદન કરવામાં આવે છે. જે તમે નીચે આપેલ ફોટામાં જોઈ શકશો. મધ ઉછેર કેન્દ્રના માલિક અશોકભાઈ ઘણાં વર્ષોથી મધ ઉછેરનું કાર્ય કરે છે.ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા અને આવનારી પેઢીને અવગત કરવા પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે
નવસારી જિલ્લાના ચીખલીથી આશરે ૧૦ કિ.મી.ના અંતરે આવેલું સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે ખુબ જ જાણીતું બન્યું છે. અશોકભાઇ પટેલ મધમાખી ઉછેર કરી દર વર્ષે લાખો રૂપિયાની આવક મધના વેચાણ દ્વારા મેળવે છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી મધઉછેર પ્રવૃતિ સાથે જોડાયેલા છે. પહેલાં તેઓ ચીલાચાલુ પધ્ધતિથી ખેતી કરતા હતા આત્મા પ્રોજેકટની તાલીમમાં એમને સૌ પ્રથમ વાર જાણવા મળ્યું કે મધમાખી ઉછેર ફકત મધ મેળવવા માટે નહીં, પરંતુ તેનાથી પાક ઉત્પાદનમાં, ખાસ કરીને શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો થાય છે. પોતાના ખેતરમાં મધમાખી પેટીઓ રાખવાથી પરાગનયનની ક્રિયા ખૂબ જ ઝડપી બને છે. જેના પરિણામ સ્વરૂપે વધુ ફૂટ સેટીંગ થાય છે. અને ઉત્પાદન વધે છે. તેઓ કૃષિ મેળા, ગાંધી મેળા તેમજ ગરીબ કલ્યાણ મેળામાં પોતાના સ્ટોલ મુકીને મધ વેચાણનું કાર્ય કરે છે.
1. ઈકો પોઈન્ટ સોલધરા કયા પ્રકારના ઉત્પાદનો ઓફર કરે છે?
જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો માટે સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
2. શું હાલમાં ઈકો પોઈન્ટ સોલધરા પર કોઈ ખાસ ડિસ્કાઉન્ટ અથવા વેચાણ ઉપલબ્ધ છે?
જવાબ: ઈકો પોઈન્ટ સોલધરામાં વારંવાર ખાસ પ્રમોશન અને વેચાણ હોય છે. સ્ટોરની મુલાકાત લો અથવા ડિસ્કાઉન્ટ અને ઑફર્સ પર નવીનતમ અપડેટ્સ માટે સોશિયલ મીડિયાની મુલાકાત લો.
3. શું હું ફોન પર અથવા ઓનલાઈન ઓર્ડર આપી શકું?
જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા [જો લાગુ હોય તો] હા, ગ્રાહકો ફોન પર ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઓર્ડર આપી શકે છે.
4. સ્ટોરના કામકાજના કલાકો શું છે?
જવાબ: ખોલવા અને બંધ થવાના સમય માટે કૃપા કરીને સંપર્ક કરો.
5. શું ઈકો પોઈન્ટ સોલધરા હોમ ડિલિવરી સેવાઓ આપે છે?
જવાબ: હા, અમે ચોક્કસ ત્રિજ્યામાં હોમ ડિલિવરી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે .
Comments
Post a Comment