પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
ખેરગામ બી.આર.સી. ભવનનું લોકાર્પણ અને શાળા પ્રવેશોત્સવ: નવસારી, ગુજરાત
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 28 જૂન, 2025ના રોજ, સવંત 2081, અષાઢ સુદ બીજના શુભ દિવસે, એક દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,
જેમાં નવનિર્મિત બી.આર.સી. (બ્લોક રિસોર્સ સેન્ટર) ભવનનું લોકાર્પણ અને લહેરકા પ્રાથમિક શાળા, મિશન ફળિયા પ્રાથમિક શાળા, અને કૃતિખડક પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ સમગ્ર શિક્ષા યોજના હેઠળ શૈક્ષણિક વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો.
બી.આર.સી.ભવનનું લોકાર્પણ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલના હસ્તે ઉજવાયો હતો.








Comments
Post a Comment