નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...
શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ: શિક્ષણના કર્મયોગીનું વય નિવૃત્તિ સન્માન નારણપોર પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીના શિક્ષકગણ, એસ.એમ.સી. સભ્યો, ગ્રામજનો અને બાળકો દ્વારા શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષિકાને સ્નેહભર્યું સન્માન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની 36 વર્ષ, 6 માસ અને 8 દિવસની શિક્ષણજગતની અવિરત સેવાને યાદ કરવામાં આવી. જીવનયાત્રા અને શિક્ષણની શરૂઆત શ્રીમતી સુશીલાબેનનો જન્મ 1966માં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામે એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ વંકાલ પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ વંકાલ હાઇસ્કૂલમાં મેળવ્યું. 1983માં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે P.T.C.ની પદવી પ્રાપ્ત કરી, તેમણે શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં પગલાં માંડ્યાં. શિક્ષણની પ્રેરણાદાયી કારકિર્દી સુશીલાબેનની શિક્ષણ યાત્રા 22 ડિસેમ્બર, 1988ના રોજ આગ્રીપાડા પ્રાથમિક શાળા, તા. ઉમરગામ, જિ. વલસાડથી શરૂ થઈ, જ્યાં તેમણે 9 વર્ષ, 11 માસ અને 26 દિવસ સેવા આપી. ત્યારબાદ 19 ડિસેમ્બર, 1998થી વાવ પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીમાં 23 વર્ષ, 11 માસ અને 6 દિવસ ફરજ બજાવી...