નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...
નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આનંદમેળો: "શાળાનું મેદાન બન્યું સ્વાદ અને આનંદનું કેન્દ્ર" નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આયોજિત આનંદમેળો ગમતી અને સ્વાદિષ્ટ વાનગીઓ સાથે બાળકોના ઉત્સાહ અને કુશળતાનો ઉત્સવ બની રહ્યો. તાલુકા પંચાયત સદસ્ય શ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલા અને ગામનાં સરપંચશ્રી સુનીતાબેન પટેલે આ મેળાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બાળકો અને વાલીઓએ ભેગા મળી ઉત્સાહભેર ભાગ લીધો. પ્રદર્શન અને સ્ટોલ્સ: View this post on Instagram A post shared by @khergam_news_updates આ મેળાના મુખ્ય આકર્ષણમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ્સ હતા. વિદ્યાર્થીઓએ ખૂણેખૂણેથી વિવિધ વાનગીઓ બનાવી, તે વેચાણ માટે રજુ કરી. "બાળકોના હાથનો સ્વાદ!" – ભેલ, પાણીપુરી, સમોસા, ચા-પૌવા, ચાઇનીઝ ભેળ અને વડાપાઉં જેવા સ્ટોલ્સ પર લોકોની ભીડ જોવા મળી. કપકેક, ગાજર હલવો અને ગુલાબજાંબુ જેવા મીઠા વ્યંજનોએ લોકોના મોંમાં પાણી આવી ગયું. લોકોની ઉત્સાહભરી હાજરી: આ મહોત્સવમાં સરપંચશ્રી સુનીતાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી વજીરભાઈ પટેલ અને એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી નવીનભાઈ પટેલ સહિત ગામના વડીલો અને વાલીઓ ઉપસ્થિત રહ...