Skip to main content

નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા

  નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળાએ વર્ષ 2024-25માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષામાં નાંધઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભુત પરિણામ હાંસલ કર્યું, જેમાં સ્મિત પટેલે 87 ગુણ મેળવી સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ ક્રમ અને ક્રિશા પટેલે 80 ગુણ સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપલબ્ધિ શાળાના શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને શાળા પરિવારના સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ તેમજ તાલુકાના તમામ શિક્ષકો અને શાળા પરિવારે સ્મિત અને ક્રિશાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ સફળતા નાંધઈ પ્રાથમિક શાળા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બનશે.

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

 વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

ખેરગામ |તારીખ :30-11-2024

શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા.

શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.

 અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. 

તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. 

ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ બજાવી છેલ્લા 2 વર્ષ બાકી હોય સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આમ, તેમણે કુલ  34 વર્ષ ફરજ બજાવી. જે તેમના શારીરિક સમસ્યાને ધ્યાને લઈ શાળાનાં બાળકોના હિતમાં નિર્ણય લીધો હતો. આ શાળામાં તેમણે 24 વર્ષમાં 1 દિવસ બાદ કરતાં તેઓ 9:30 કલાકે અચૂક શાળામાં પહોંચી જતા હતા. અને સાંજે 5:30 કલાક પછી જ શાળામાંથી નીકળતા, એ  તેમનો નિત્ય ક્રમ બની ગયો હતો. કેજ્યુઅલ રજા તેમણે અશુભ પ્રસંગો સિવાય અને માંદગી સિવાય ભોગવી નથી. વેકેશન અને રજાના દિવસોમાં હોસ્ટેલમાં રહેતા બાળકોના વાલી મુલાકાત લેતા. 

ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળામાં 90 ટકા બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે જે ડાંગ ધરમપુર અને કપરાડા વિસ્તારના આદિવાસી બાળકો. જ્યારે ગામનાં ફક્ત 10 ટકા આદિવાસી બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. જેથી આ શાળાનાં આચાર્યની જવાબદારી બીજી શાળાનાં આચાર્ય કરતા વિશેષ નિભાવવી પડે છે.જેમાં શ્રી અરવિંદભાઈ ગરાસિયા સફળ રહ્યા. ભલે તેમને એવોર્ડ મળ્યો ન હોય પરંતુ તેમનું સ્થાન ગરીબ આદિવાસી બાળકો અને તેમના વાલીઓના દિલમાં કાયમ માટે સ્થાન મેળવ્યું છે.તેમજ ગામનાં લોકોમાં અને શિક્ષકોમાં પણ તેમની છાપ એક આદર્શ શિક્ષક તરીકેની રહી છે. 

તેઓ આ  વિસ્તારના સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાચા સેવક તરીકે સેવા આપે છે. તેમનામાં ના કોઈ દંભ, દેખાવડો કે ન મોટાઈ મારવના ગુણ. ફક્ત ને ફક્ત સેવા કરવી એ તેમનો જીવન મંત્ર હતો, પછી તે શિક્ષણ, સામજિક, ધાર્મિક કે માનવસેવા રૂપે હોય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવી છે ને નિભાવતા રહેશે.


શાળાના મુખ્ય શિક્ષક તરીકે મિશન ફળિયા પ્રાથમિક શાળામાં તેમની ફરજનું નિભાવવું માત્ર એક જવાબદારી નહિ, પરંતુ જીવનધર્મ બની ગયો. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓએ ઇનોવેટિવ અભિગમ અપનાવ્યો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામીણ સમાજ સાથે ઊંડો નાતો બાંધીને શાળાના વિકાસ માટેના પ્રયત્નો કરી શાળાને નવી ઊંચાઈઓએ પહોંચાડી.

નિવૃત્તિએ એક અંત નથી, તે નવી શરૂઆત છે. શ્રી ગરાસિયા હવે સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં વધુ સમર્પિત રહી માનવતાના મહેકને પ્રસરાવશે. તેમનું જીવન એક પથદર્શક બની રહ્યું છે.

આ વિદાય સન્માન સમારોહમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ઈનચાર્જ ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી. આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ચીખલી/ખેરગામ ટીચર સોસાયટીના ઉપ પ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ શિક્ષક સંઘના પ્રમુખશ્રી ફતેસિંહ સોલંકી, નિવૃત કેન્દ્ર શિક્ષક તથા ખેરગામ જનતા કેળવણી કેળવણી મંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ પટેલ, નિવૃત શિક્ષકોમાં ઉદયસિંહ સોલંકી, ઉપેન્દ્રભાઈ વણકર, સુમનભાઈ પટેલ તથા સુશીલાબેન પટેલ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગામનાં અગ્રણી આગેવાનો, કુટુંબીજનો, મિત્રમંડળ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તંદુરસ્તમય જીવન માટેની શુભકામનાઓ પાઠવી હતી.

શુભકામનાઓ

પરમકૃપાળુ પરમાત્મા તેમને સુખમય અને તંદુરસ્ત જીવન આપી વધુ શ્રેષ્ઠ કાર્યો માટે પ્રેરણા આપે.

Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

  Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...

પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી

   પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી  ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતા નવસારી જિલ્લાનું પ્રવાસનની દ્રષ્ટીએ છે આગવુ સ્થાન  કેલીયાડેમ ૧૦૦ ટકા ભરાઇ ઓવર ફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો:  ૧૭૩૫ મીલીયન કયુસેક મીટર પાણીની સંગ્રહ શકિત સાથે ૨૨૧૦ હેકટર જમીનને સિંચાઇ પૂરી પાડે: નવસારીના ૧૯ ગામોના કુલ-૪૬૦૦ લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા. ૩૧: સમગ્ર ગુજરાત તેના પ્રવાસન સ્થળો, યાત્રા ધામો, અને ઔતિહાસિક સ્થળોની વૈવિદ્યસભર વિપુલતાઓથી સમૃધ્ધ છે. એમાં પણ ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બને છે. ડાંગ જિલ્લાનો ગીરા ધોધ હોય કે તાપી જિલ્લાનો ચિમેર ધોધ કે વલસાડ જિલ્લાનો વ્હિલસન હિલ ધોધ લીલી વનરાજીમાં રાંચતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરવુ કે મુલાકાત લેવી એક લાહ્વા સમાન છે. ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતો નવસારી જિલ્લો પણ રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે.  નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચનું દાંડી ગામ અને રાષ્ટ્રનું ઔદ્યોગિક એકમ જમશેદ ટાટાનું વતન તથા દાદાભાઇ નવરોજીનું જ...