ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેનાથી તેમનો સમય ...
વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું. અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ ...