Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

 વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી

(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે.

જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી. 

આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા. 

આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 


Comments