Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

Navsari : "વિકાસ સપ્તાહ" ઉજવણી અંતર્ગત એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી

  

વિકાસ ભારત સપ્તાહ વિશેષ: નવસારી જિલ્લો 

-

Navsari : "વિકાસ સપ્તાહ" ઉજવણી અંતર્ગત એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી 

-

સરકારશ્રી દ્વારા શરૂ કરવામા આવેલ મીશન મંગલમ યોજના દ્વારા અમારા જેવી અનેક બહેનો સખી મંડળમાં જોડાઇ અને આર્થીક રીતે પગભર બની છે.- તેજલબેન મિસ્ત્રી

-

"લખપતિ દીદી" યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.

-

સંકલન-વૈશાલી પરમાર

નવસારી,તા.12: તાજેતરમાં "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અન્વયે નવસારી જિલ્લાની ખડસુપા ગામે એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગના સંકલન હેઠળ મીશન મંગલમ યોજના અંતર્ગત 'લખપતી દિદિ' સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને નવસારી જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણાદાયી 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી હતી. 


તેજલબેન પોતાની સફળતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષથી હુ સખી મંડળમાં જોડાઇ છું. અમે ૧૦ બહેનો મળીને 'સત્યસાંઇ બચત જુથ' ચલાવીએ છે. ૮ વર્ષ પહેલા અમે ૫૦ રૂપિયા જેવી નાની રકમથી બચત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બેંક મારફત ઓછા વ્યાજ દરે લોન લઇ અમે દરેક બહેનો પોતાની આવડત અનુસાર અલગ અલગ વ્યવસાયમાં જોડાયા હતા. સખી મંડળ થકી અમને જે લોન મળી તેના કારણે અમે પગભર બની શક્યા અમારો વ્યવસાય આગળ વધારી શક્યા છે. 


તેજલબેન પોતે કલટરી અને નાના બાળકોના રેડીમેડ કપડાની નાનકડી દુકાન શરૂ કરી હતી. આ સાથે પોતે જ્યા ભણેલાએ શાળા-એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપા માટે બાળકોના યુનિફોર્મ વેચવાની શરૂઆત કરી હતી. આજે છેલ્લા ૪ વર્ષથી તેજલબેન ખડસુપા સ્કુલ સહિત અન્ય ૭ જેટલી સ્કુલ માટે યુનિફોર્મ વેચાણ કરે છે. આ સાથે પોતાની રેડીમેડ કપડાની દુકાનમાં બાળકો સહિત સ્ત્રીપુરુષોના રેડીમેડ કપડાનું વેચાણ પણ શરૂ કર્યું અને આજે છેલ્લા ૦૮ વર્ષથી તેજલબેન સફળતા પુર્વક પોતાની દુકાન ચલાવી રહ્યા છે. 


વધુમાં તેજલબેન સહિત તેઓના સખી મંડળની દરેક બહેનો આજે અલગ અલગ વ્યવસાય થકી આર્થીક રીતે પગભર બની પરિવાર અને જિલ્લા માટે ગર્વ લેવાનું કારણ બની છે એમ ઉમેરી તેજલબેને અંતે ખુબજ આત્મિયતાથી સરકારશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.


અત્રે ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 15 ઓગસ્ટ, 2023 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર ભારતમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી મહત્વાકાંક્ષી પહેલ શરુ કરવામાં આવેલ છે. જે મુજબ અંદાજીત કુલ ૩ કરોડ સ્વ સહાય જૂથના બહેનોને આવરી લેવાનો લક્ષ્યાંક છે.


બોક્ષ: 

લખપતિ દીદી કોણ? 

-

'લખપતિ દીદી' એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.1,00,000 હોય જે પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય 


"લખપતિ દીદી" એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.1,00,000 (દર મહિને આશરે રૂ.8,300) હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. આ યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.


લખપતિ દીદી યોજનાના ફાયદા:

• મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમના જીવનધોરણમાં સુધારો કરવો.

• નવા કૌશલ્યો શીખીને મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે.

• સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય અને તાલીમ સહાય મળે છે.

• મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા.


લખપતિ દીદી યોજનાના ઘટકો:

લોનમાં વ્યાજ સહાય: યોગ્યતા ધરાવતી મહિલાઓને રૂ.5 લાખ સુધીની લોનમાં ૭% સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે. આ લોનનો ઉપયોગ સ્વરોજગાર શરૂ કરવા, વ્યવસાયને વિસ્તારવા અથવા કૌશલ્ય વિકાસ માટે કરી શકાય છે.


રોજગારલક્ષી તાલીમ: મહિલાઓને રોજગારીની તકો વધારવા માટે વિવિધ ક્ષેત્રોમાં મફત તાલીમ આપવામાં આવે છે.


વડાપ્રધાનશ્રી નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરાઇ રહી છે. જેમાં લખપતિ દીદી જેવા કાર્યક્રમો થકી અનેક 'લખપતી દિદિઓ' સરકારશ્રી અને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરી રહી છે. 

૦૦૦૦૦૦

#TeamNavsari

Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari









Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી.

  ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન થયું. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઈ પટેલ દ્વારા પ્રકૃતિ પૂજા સાથે થઈ, જેમાં આદિવાસી પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી. આ પૂજા આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક હતી. ત્યારબાદ ખેરગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી ઓર્કેસ્ટ્રા અને ડીજેના તાલે ઝૂમતી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ, ખેરગામ બજાર, દશેરા ટેકરી અને આંબેડકર સર્કલ થઈ પાછી બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. રેલીમાં આદિવાસી ગીતો અને નૃત્યોએ વાતાવરણને આદિવાસીમય બનાવી દીધું. ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ રેલીમાં ભાગ લઈ આદિવાસી નૃત્યમાં જોડાઈ, સમાજ સાથે એકરૂપતા દર્શાવી. રેલી દરમિયાન ખેરગામના વિવિધ સમાજોની એકતા પણ પ્રકાશમાં આવી. મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ અને બ્રહ્મસમાજના આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું. વ્હોરા સમાજે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, જ્યારે મુસ્લિમ સમાજે ઠંડા પીણાંનું વિતર...