વિદાયનો ગૌરવમય અવસર: શ્રીમતી શીલાબેન પટેલની શિક્ષણમાં અનન્ય સેવાઓને પ્રેરણાદાયી સન્માન.
તા. ૨૬/૧૦/૨૦૨૪ શનિવારનાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,નવસારી સંચાલિત ખુડવેલ પાથમિક શાળા તા. ચીખલી જિ. નવસારીની કેન્દ્ર શિક્ષિકા શ્રીમતિ શીલાબેન ગમનભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.
ખુડવેલ પ્રાથમિક શાળા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત, ખાતે તા. ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ શિક્ષિકા શ્રીમતી શીલાબેન ગમનભાઈ પટેલના વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. વિદાય સમારોહમાં તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન અને શિક્ષક તરીકેની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
વિદાય સન્માન સમારોહમાં શ્રીમતિ શીલાબેન પટેલના શૈક્ષણિક કારકિર્દી અને તેમની પ્રતિભા અંગે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી. આ અવસરે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો, નવીનચંદ્ર પટેલ (SBI CHIKHLI), શાળા પરિવાર, સહકર્મીઓ, અને વિદ્યાર્થીઓએ હાજરી આપી. સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ અને સાથી શિક્ષકો દ્વારા શીલાબેનના શિક્ષણ ક્ષેત્રેના યોગદાન અને માર્ગદર્શનમાં પ્રભાવશાળી ભૂમિકા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.
વિદાય પ્રસંગે શીલાબેન પટેલે પણ પોતાના અનુભવ વહેંચતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. તેમણે આ અનુભવોને પોતાના જીવનનો અમૂલ્ય હિસ્સો ગણાવતા શિક્ષક તરીકેના કર્તવ્યને બખૂબી નિભાવવા બદલ સૌને આભાર માન્યો.
Comments
Post a Comment