પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો.
તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિક શાળા મોલધરા ના બાળકોએ ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં
💐 ચિત્રસ્પર્ધા - નિધિ રાઠોડ પ્રથમ 🥇
💐 વાદન સ્પર્ધા - અભય રાઠોડ પ્રથમ 🥇
💐 બાળકવિ - મુમતાઝ ભૈયાત દ્વિતીય🥈
💐 ગાયન સ્પર્ધા આપુશી રાઠોડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભાગ લેનાર તમામ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બ્લોક લેવલ સ્પર્ધા માટે શુભેચ્છા. વિજેતા બાળકોને સી.આર.સી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિકશાળા મોલધરા...
Posted by Moldhara Primaryschool on Saturday, September 21, 2024

Comments
Post a Comment