Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા

Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા 

ખાસલેખ 

ગણેશ ઉત્સવના ૧૦ દિવસ દરમિયાન ૧૬ ટન પુજાપો એકત્રિત કરી ખાતર બનાવ્યું

OWC મશીન એટલે કે ઓર્ગાનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં પુજાપા નાખી ૨૪ કલાકમાં બની જાય છે ખાતર

નવસારી જિલ્લા તંત્રની સરાહનિય પહેલ ભગવાનની શ્રધ્ધા અને આસ્થા સાથે પર્યાવરણની જાળવણીનો પણ સંકલ્પ

આનંદ ચૌદસના દિને વિરાવળ, પુર્ણા નદિ કિનારે, દાંડી ખાતેથી પણ અલગથી પુજાપાના કલેક્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી

'વારે તહેવારે તમામના ઘરે ફુલહારનો ઉપયોગ થાય જ છે આ ફુલહારનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય તો આપણા શહેરને સ્વચ્છ રાખી શકીએ છે. નવસારી પ્રસાશન દ્વારા આ સારી પહેલ કરવામાં આવી છે.- દુધિયા તળાવ વિસ્તારના શ્રી મહાલક્ષ્મી ગણેશ મંડળના એક જાગૃત નાગરિક શ્રી વિક્રમસિંહ પટેલ

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવના ૦૯ દિવસમાં ૦૭ ટન અને આનંદ ચૌદસના દિને લગભગ ૦૮ ટન કચરો આમ ૧૦ દિવસમાં કુલ ૧૬ ટન જેટલા પુજાપો એકત્રીત કરી ખાતર બનાવવામાં આવ્યો-નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસરશ્રી જે.યુ.વસાવા

નવસારી,તા.20: ભારત વર્ષમાં ગણેશમહોત્સવને ખુબ ધુમધામથી મનાવવામાં આવે છે. પરંતું ક્યારેક ભક્તિના અને ઉત્સવોના માહોલમાં આપણાથી જાણ્યે અજાણ્યે પર્યાવરણને નુકશાન થતુ હોય છે. ગણેશ ઉત્સવમાં ગણપતિને સવાર સાંજ દિવા આરતીની સાથે સાથે ફુલહાર દરોઇ ચઢાવવામાં આવતી હોય છે. જે ભગવાન ઉપરથી ઉતારી લીધા બાદ કચરામાં નાખવા અને પાણીમાં વહેવડાવવામાં આવે છે. જે એક રીતે કચરો જ બની જાય છે. પરંતું કચરાનો યોગ્ય નિકાલ કરવાથી આ જ કચરામાંથી સોના રૂપ ખાતર બનાવી શકાય છે. 


આજ બાબતને નવસારી જિલ્લા તંત્રએ બખુબી ઓળખી લઇ આ સમસ્યાનું નિવારણ શોધી કાઢ્યું છે. નવસારી જલાલપોર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સવાર સાંજ નિકળતા પુજાપાના કચરાના યોગ્ય નિકાલની સુદ્રઢ વ્યવસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે. જેના થકી શહેરને કચરાથી મુક્ત કરવાની સાથે સાથે ભક્તોની લાગણીઓને પણ ઠેસ નથી પહોચતી. અને કચરાનો ઉપયોગ ખાતર બનાવવા થવાથી એ ખાતર નગરપાલીકાના બાગબગીચામાં નાખવાથી ફુલ છોડને પણ ફાયદો પહોચે છે. 


સમગ્ર નવસારી નગરપાલિકામાં અંદાજીત ૯૦૦ ગણેશમંડળો છે. જ્યા નાની મોટી ગણેશમુર્તીની સ્થાપના કરવામાં આવી હતી. એક દિવસમાં અંદાજીત ૦૧ ટન ફુલહાર અને અન્ય સજાવટનો કચરો સ્વચ્છતા વાન દ્વારા એકઠ્ઠો કરવામાં આવતો હતો. આ કામગીરી માટે કુલ-૦૩ સ્વચ્છતા વાન અને અંદાજિત ૪૬ સફાઇ કર્મચારીઓ નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેના ઉપર કોલ કરવાથી સ્વચ્છતા વાન જે-તે સ્થળે કચરો એકઠ્ઠો કરવા પહોચતા હતા. 


હેલ્પ લાઇન નંબરના કારણે તથા રોટરી ક્લબ,  રોબીન હુડ આર્મી જેવા NGO તથા જાગૃત ગણેશભક્તોના કારણે આસપાસના ગામના લોકોને આ કામગીરી અંગે જાણકારી મળતા ગામના નાગરિકો પણ પુજાપો આપી જતા હતા. સવાર સાંજ નિયમિત રીતે એકઠ્ઠા થતા આ કચરાને નગરપાલિકાના શાકભાજી માર્કેટ સેન્ટર ખાતે લાવવામાં આવતો હતો. સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા ફુલહારના કચરામાંથી પ્લાસ્ટીક સહિત અન્ય અનઓર્ગેનિક કચરાને અલગ કરવામાં આવતો. આ સેન્ટર ખાતે ઉપલબ્ધ OWC મશીન એટલે કે ઓર્ગાનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં કચરાને નાખી અન્ય પ્રોસેસીંગ લીક્વીડ જેવા પદાર્થોને મિક્ષ કરી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે. દરેક ખેડૂત જાણે છે કે, ખાતર એટલે ખરું સોનું. આ સોના રૂપી ખાતરને જરૂરિયાત મંદ ખેડૂતોને વિના મુલ્યે વિતરણ અથવા નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવે છે. જેના થકી ફુલ છોડને પણ અનેક ફાયદો થાય છે. 


અત્રે નોંધનિય છે કે, નવસારી નગરપાલિકા દ્વારા છેલ્લા ૩ વર્ષથી OWC મશીન ઉપલભ્ધ છે. જેના થકી કચરાને ખાતર બનાવવાનું કામ દૈનિક ધોરણે કરવામાં આવે છે. આ મશીનો દ્વારા લીલા અને સુકા કચરાને અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. મશીનમાંથી નિકળતા ખાતરને એક-બે કિલોના પેકેટ બનાવી વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. મશીનમાં ૨૪ કલાકમાં ખાતર બનીને તૈયાર થઇ જાય છે. મશીનમાં એક સાથે અંદાજીત દોઢ ટન કચરો એક સાથે નાખી શકાય છે. 


આ અંગે વિગતવાર જાણકારી આપતા નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસરશ્રી જે.યુ.વસાવા એ જણાવ્યું હતું કે,નાગરિકોમાં કચરાના સાઇન્ટીફિક નિકાલ અંગે જાગૃતતા વધે તે માટે ગણેશ ઉત્સવપુર્વે જ ભક્તો સાથે બેઠક કરી આ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા દૈનિક રીતે એકઠ્ઠા કરવામાં આવતા કચરામાં ૦૯ દિવસમાં અંદાજિત ૦૭ ટન પુજાપો એકત્રીત કરવામાં આવ્યો હતો. તથા આનંદ ચૌદસના દિને વિરાવલ, પુર્ણા નદિ કિનારે, દાંડી ખાતેથી પણ અલગથી પુજાપાના કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આનંદ ચૌદસના દિને લગભગ ૦૮ ટન કચરો એકત્રીત કરવામાં આવ્યો છે. આમ અત્યાર સુધી આ ઝુંબેશ હેઠળ કુલ-૧૬ ટન જેટલા પુજાપો એકત્રીત કરી ખાતર બનાવવાની પ્રોસેસમા મુકવામાં આવ્યો છે. નાગરિકોને હોમકોમ્પોસ્ટીંગ અંગે જાણકારી મળે તથા સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે બાબત ધ્યાને લઇ આ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલિકાના વાઇપેય ગાર્ડન ખાતે કોમ્પોસ્ટ પીટની સુવિધા ઉપલબ્ધ છે જ્યા પરંપરાગર રીતે ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે. 


ગણેશઉત્સવના ૧૦ દિવસ દરમિયાન નગરપાલિકાની આ સુવિધાનો લાભ લેનાર નવસારી નગરપાલિકાના દુધિયા તળાવ વિસ્તારના શ્રી મહાલક્ષ્મી ગણેશ મંડળના એક જાગૃત નાગરિક શ્રી વિક્રમસિંહ પટેલ આ કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પુજાપાને ભેગા કરી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પુજાપો કોઇના પગ નીચે ના આવે અને ખાતર બનાવવામાં ઉપયોગમાં આવે જે ખુબ સારી બાબત છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વારે તહેવારે તમામના ઘરે ફુલહારનો ઉપયોગ થાય જ છે આ ફુલહારનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય તો આપણા શહેરને સ્વચ્છ રાખી શકીએ છે. નવસારી પ્રસાશન દ્વારા આ સારી પહેલ કરવામાં આવી છે જેને તમામ નગરપાલિકાઓએ અપનાવવી જોઇએ. 


તહેવારોમાં ઉપયોગમાં આવતા ફુલહાર અને પુજાપાને લોકો ભારે આસ્થા સાથે ભગવાનને ચઢાવતા હોય છે. પરંતું આસ્થાનુ પ્રતિક એવા આ જ માલસામાન તહેવાર પુરો થતા ફક્ત એક કચરાનું સ્વરૂપ લેતા હોય છે. જે ઘણી વાર ભાક્તોની લાગણીને દુભાવતા દ્રશ્યો જોવા મળતા હોય છે. આ કચરામાંથી પ્લાસ્ટીક રૂપી દુર્ગુણને હટાવી ફુલહાર જેવા સદગુણને ખાતર બનાવવા ઉપયોગ કરવામાં આવે તો આ જ કચરો ઓર્ગેનિક ખાતર રૂપી સોનાનું સ્વરૂપ ધારણ કરી ધરતીને લીલીછમ બનાવવામાં ઉપયોગી થઇ પડે છે. આમ ભગવાનની આસ્થાનું સ્વરૂપ સમાન પુજાપાનો ઉપયોગ આપણી ઇચ્છાશક્તિ અને થોડી ઘણી સમજદારીથી કચરાને પણ કંચન બનાવી દે છે. આ કામગીરીની પહેલ કરનાર નવસારી જિલ્લા તંત્ર,  નગરપાલિકા તંત્ર, સફાઇ કર્મચારીઓ, સેવાભાવી એનજીઓ તથા જાગૃત ગણેશભક્તો પ્રશંસાને પાત્ર છે. 













Courtesy: info Navsari gog

Comments

Popular posts from this blog

સફળતાનો શંખનાદ: કાકડવેરીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો સફળ સંકલ્પ

 સફળતાનો શંખનાદ: કાકડવેરીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો સફળ સંકલ્પ કાકડવેરી: Kakadveri Freely Group અને Sakar Vachan Kutir, Kakadveri દ્વારા તા. 16 ફેબ્રુઆરી 2025 ના રોજ મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળી, કાકડવેરી, તા. ખેરગામ, જિ. નવસારી ખાતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સફળતા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનારમાં પ્રખ્યાત સ્પીકર ડૉ. શિશિર ટંડેલ દ્વારા પ્રેરણાત્મક અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી દિશા, મંત્રો અને પ્રેક્ટિકલ ટીપ્સ આપ્યા. ડૉ. શિશિર ટંડેલના માર્ગદર્શન સેમિનાર અગાઉ પણ અનેક યુવાનો માટે મોખરાં સાબિત થયા છે, અને આ કાર્યક્રમ પણ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક નવી આશાનું કિરણ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે અનોખો અવસર વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, અને આ સેમિનારમાં તેમને કેવળ પરિક્ષા માટે જ નહીં, પણ જીવનની મોટી સફળતાઓ માટે કઈ દિશામાં પ્રયત્ન કરવા તે અંગે પણ સમજ અપાઈ. ડૉ. શિશિર ટંડેલ ના પ્રેરણાત્મક શબ્દોમાંથી વિદ્યાર્થીઓને તેમની...

Vansda taluka villages || વાંસદા તાલુકાના ગામો

   1 Ambabari (Group GP) 2 Ambapani 3 Anklachh (Group GP) 4 Bansda (CT) 5 Bartad (Khanpur) 6 Bartad (Unai) 7 Bedmal 8 Bhinar 9 Boriachh 10 Chadhav 11 Chapaldhara 12 Charanwada 13 Chikatiya 14 Chondha 15 Chorvani 16 Dhakmal 17 Dharampuri 18 Dholumber 19 Doldha 20 Dubal Faliya 21 Gangpur 22 Ghodmal 23 Godhabari 24 Hanumanbari 25 Holipada 26 Jamaliya 27 Kala Amba (Group GP) 28 Kamboya 29 Kanadha 30 Kandolpada 31Kansariya 32 Kantasvel 33 Kavdej 34 Kelia 35 Kelkutch 36 Kevdi 37 Khadakiya 38 Khambhala (Group GP) 39 Khambhaliya 40 Khanpur 41 Kharjai  42 Khata Amba 43 Kukda 44 Kureliya 45 Lachhakadi 46 Lakadbari 47 Lakhawadi 48 Limbarpada 49 Limzar 50 Mahuvas 51 Mankunia (Group) 52 Manpur 53 Mindhabari 54 Mola Amba 55 Moti Bhamti 56 Moti Valzar 57 Nani Bhamti 58 Nani Valzar 59 Navanagar 60 Navtad 61 Nirpan 62 Palgabhan 63 Pipalkhed 64 Pratapnagar (Group GP) 65 Rangpur 66 Ranifaliya 67 Ravaniya 68 Rupvel 69 Sara 70 Satimal 71 Sindhai 72 Singadh 73 Sitapur 74 Sukhabari 75 Umarkui 7...

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી.

  ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન થયું. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઈ પટેલ દ્વારા પ્રકૃતિ પૂજા સાથે થઈ, જેમાં આદિવાસી પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી. આ પૂજા આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક હતી. ત્યારબાદ ખેરગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી ઓર્કેસ્ટ્રા અને ડીજેના તાલે ઝૂમતી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ, ખેરગામ બજાર, દશેરા ટેકરી અને આંબેડકર સર્કલ થઈ પાછી બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. રેલીમાં આદિવાસી ગીતો અને નૃત્યોએ વાતાવરણને આદિવાસીમય બનાવી દીધું. ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ રેલીમાં ભાગ લઈ આદિવાસી નૃત્યમાં જોડાઈ, સમાજ સાથે એકરૂપતા દર્શાવી. રેલી દરમિયાન ખેરગામના વિવિધ સમાજોની એકતા પણ પ્રકાશમાં આવી. મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ અને બ્રહ્મસમાજના આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું. વ્હોરા સમાજે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, જ્યારે મુસ્લિમ સમાજે ઠંડા પીણાંનું વિતર...