Khergam : “સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી” પ્રોગ્રામ અંતર્ગત શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું.
Khergam : “સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી” પ્રોગ્રામ અંતર્ગત શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું.
તારીખ ૨૧-૦૯-૨૦૨૪નાં દિને ઉપરોક્ત વિષય અન્વયે આગામી રજી(બીજી)ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. તેમજ આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છતા ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે.જેના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.રજી(બીજી)ઓક્ટોબર ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.જે અન્વયે રાજય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરીને પ્રધાન્યતા ધ્યાને લઈ સમગ્ર રાજયમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" અભિયાનને તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.૩૧મી ઓક્ટોબર ૨૦૨૪ સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે.જે અનુસાર રાજ્યની તમામ ગ્રામ /તાલુકા/જીલ્લા પંચાયતો તેમજ તમામ વિભાગોમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નું અમલીકરણ કરવા અત્રેના જીલ્લામાં “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી" પ્રોગ્રામની ઉજવણી કરવા બાબતે જાણ કરવામાં આવી હતી.
જે બાબતે જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ-નવસારી હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં આગામી તારીખ :- ૨૧/૦૯/૨૦૨૪ને શનિવારનાં રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ 6થી 8નાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં સ્વચ્છતા થીમ પર બાળકોએ વિવિધ ચિત્રો દોર્યા હતાં.ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહક ઇનામો વડે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છ નવસારી, જવાબદારી અમારીKhergam : “સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી” પ્રોગ્રામ અંતર્ગત શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું.
Posted by NVS9 EDU ONE on Saturday, September 21, 2024
Comments
Post a Comment