Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

Khergam news : ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

 Khergam news : ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન  યોજાયું.

તારીખ 12-09-2024નાં દિને ખેરગામ તાલુકાની  ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું.

જેમાં ખેરગામ સી.આર.સી.માં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ ૨ પરિવહન અને સંચાર, વિભાગ 3 પ્રાકૃતિક ખેતી, વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનની કૃતિઓ પ્રદર્શિત થઈ હતી.

જેમાં વિજેતા કૃતિઓમાં ખેરગામ કુમાર શાળા, ખેરગામ કન્યા શાળા, વાડ મુખ્ય પ્રાથમિક શાળા, ખાખરી ફળિયા પ્રાથમિક શાળા  અને વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. 

આ  ગણિત વિજ્ઞાન  પ્રદર્શનમાં ખેરગામ સીઆરસી/HTAT કિરીટભાઇ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, કન્યાશાળા HTAT ભરતભાઈ સુથાર, બહેજ સીઆરસી/HTAT અલ્પેશભાઈ પટેલ, ખેરગામ સીઆરસીના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમામ વિભાગમાં પ્રથમ ક્રમે આવેલ તમામ કૃતિના બાળ વૈજ્ઞાનિકોને ખેરગામ સીઆરસી/HTAT/ખેરગામ શિક્ષક સંઘના  મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ અને ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક/HTAT/આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ  દ્વારા બાળ વૈજ્ઞાનિકોને અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.















Comments