બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે ક...
Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.
તારીખ :10-09-2 024નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.
આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.
Comments
Post a Comment