નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળાએ વર્ષ 2024-25માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષામાં નાંધઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભુત પરિણામ હાંસલ કર્યું, જેમાં સ્મિત પટેલે 87 ગુણ મેળવી સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ ક્રમ અને ક્રિશા પટેલે 80 ગુણ સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપલબ્ધિ શાળાના શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને શાળા પરિવારના સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ તેમજ તાલુકાના તમામ શિક્ષકો અને શાળા પરિવારે સ્મિત અને ક્રિશાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ સફળતા નાંધઈ પ્રાથમિક શાળા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બનશે.
ગણદેવી નગરપાલિકા દ્વારા શાળામાં બાળકો દ્વારા માનવ આકૃતિ રચી સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો.
નવસારી,તા.25: આજરોજ નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા માટે સેલ્ફી પોઈન્ટ ઈન્સ્ટોલેશન અને બાળકો દ્વારા માનવ આકૃતિ રચી દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા તથા આપણી આસપાસ સ્વચ્છતા જાળવવા સમજ કેળવવામાં આવી હતી. આ ઉપરાંત શાળામાં પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી દ્વારા સ્વચ્છતાના મહત્વ અંગે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
Comments
Post a Comment