Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી

    નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...

Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ

 Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ 

રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચએ યોગ પ્રશિક્ષણ મેળવ્યું 

અત્યાર સુધી એક લાખ ઉપરાંત યોગ શિક્ષકોએ પ્રશિક્ષણ મેળવ્યુ, આગામી દિવસોમાં ૧૦ લાખ યોગ પ્રચારક અને યોગ શિક્ષકો તૈયાર કરાશે 

કેન્સર, ડાયાબિટીસ, સ્થૂળતા, માનસિક તનાવ, હતાશા અને અનુવાંશિક રોગનો સચોટ ઉપાય યોગનો માર્ગ છેઃ બોર્ડ ચેરમેન શીશપાલજી 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ 

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાજયના યોગ ટ્રેનરો અને યોગ કોચની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચ એ આ શિબિરનો લાભ લઈ યોગનું શિક્ષણ મેળવ્યું હતું. આ શિબિરમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને ધાંગધ્રા મતવિસ્તારના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવકશ્રી શીશપાલજીએ જણાવ્યું કે, યોગ સાધના અને મેડીટેશન દ્વારા હકારાત્મક વિચારો સાથે તમામ ટ્રેનરો અને કોચ કે જેવો ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી બજાવે છે અને દૈનિક ૧૦૦ ની સંખ્યા ઉપરાંત સાધકોને યોગનું શિક્ષણ અને સમજ આપી ૫૦૦૦ ઉપરાંત  યોગ વર્ગના ક્લાસ ચલાવી રહ્યા છે તેમાં ઉત્તરોતર વૃદ્ધિ કરવાની છે. યોગને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવાનું છે. એક લાખ ઉપરાંત યોગ શિક્ષકોએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાસે પ્રશિક્ષણ મેળવેલું છે. આગામી દિવસોમાં ૧૦ લાખ યોગ પ્રચારક અને યોગ શિક્ષકોની જરૂરિયાત રહેવાની છે અને ગુજરાતને યોગમય ગુજરાત બનાવવાનું છે. સમાજમાં અત્યારે જુદા જુદા પ્રકારના રોગો કેન્સર, ડાયાબિટીસ, સ્થૂળતા, માનસિક તનાવ, હતાશા અને અનુવાંશિક રોગો દ્વારા લોકો પીડાઈ રહ્યા છે ત્યારે એનો સચોટ ઉપાય એ યોગનો માર્ગ છે. યોગ દ્વારા નિરોગી અને સ્વસ્થ જીવન જીવવાની દરેકને પ્રેરણા મળે એ પ્રકારનું કામ યુદ્ધના ધોરણે કરવાનું છે. આપણે સૌ સાથે મળી યોગનું કાર્ય કરતી તમામ ભગીની સંસ્થાઓ સાથે સમગ્ર ગુજરાત અને ભારત વર્ષને યોગમય બનાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર કરવાનું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. સર્વે યોગ ટ્રેનર અને યોગ કોચ એ ગુજરાત રાજ્યની આરોગ્ય અને સુખાકારીના ચાવીરૂપ પ્રતિનિધિ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી વેદીએ સૌને નીતિમત્તા અને પ્રમાણિકતા, નિષ્ઠા સાથે યોગના કાર્યમાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. 


જિલ્લા કલેકટરશ્રી અનસુયા જ્હાએ પ્રેરક ઉદબોધનમાં યોગ કાર્યનો વિસ્તાર વધારી ગુજરાત સરકારની યોગલક્ષી પ્રવૃત્તિને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની વિશેષ જવાબદારી આપ સૌને સોંપવામાં આવી છે ત્યારે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી સાચા અર્થમાં યોગ સેવક બનવા આહવાન કર્યુ હતું.

ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર સંસ્થાના આત્મઅર્પિત મૌલિકભાઈએ જણાવ્યું કે, યોગ એ આત્મ સાક્ષાત્કાર અને લોકોના જીવનને નીરોગી બનાવવાનું અને આનંદમય જીવનની પ્રેરણા આપતું દુર્લભ કાર્ય છે. જેમાં ૭૦% થી વધુ બહેનો કામગીરી કરી રહી છે એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વિશેષ ઉપલબ્ધિ છે. આ શિબિર દ્વારા સર્વે યોગકોચ/ ટ્રેનરોએ મેળવેલા શિક્ષણ દ્વારા યોગનો પ્રસાર પ્રચાર કરી લોકોના આરોગ્ય અને સુખાકારી સાથે મોક્ષના માર્ગ તરફ જવા પ્રેરણા આપતા એક યોગ  યોદ્ધા તરીકે કામ કરશો એવી શુભેચ્છા પાઠવી હતી.  


સંપૂર્ણ શિબિરનું સંચાલન યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાતઃ યોગ શિબિર થી શરૂ કરી ત્રણેય દિવસ યોગ ક્ષેત્રના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ડો. ગૌરાંગ વ્યાસ, ડો. હિતેશ પરમાર, ડો. ભાનુભાઈ પંડ્યા, મોટીવેશનલ સ્પીકર પારસ ગાંધી, દિલીપ ધોળકિયા, વિજય પરસાણા દ્વારા જુદા જુદા વિષયોનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.     

આ પ્રસંગે ધરમપુરના પ્રાંત અધિકારી અમિત ચૌધરી અને પતંજલિ સંસ્થાના તનુજાબેન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેએ આભાર વિધિ કરી હતી.

Comments

Popular posts from this blog

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...