પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો
આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો
" હર ઘર તિરંગા " અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ
રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી
નવસારીઃ ગુરુવાર: ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રની પ્રગતિમાં સિંહફાળો આપે અને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજે તે માટે આજરોજ રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાનું મહત્વ, રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવા માટે ... તિરંગા મેરી શાન, મારો રાષ્ટ્રધ્વજ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની દેશભાવના પ્રગટ કરી હતી .
હર ઘર તિરંગા અભિયાનમાં શાળાના વિધાર્થીઓ અલગ અલગ માધ્યમથી દેશભક્તિની કલાકૃતિ રજુ કરીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવી રહ્યા છે .
૦૦૦૦૦
#TeamNavsari
આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો " હર ઘર તિરંગા " અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાષ્ટ્રપ્રેમ...
Posted by Info Navsari GoG on Thursday, August 8, 2024

Comments
Post a Comment