નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...
આપણો તિરંગો આપણું ગૌરવ' - નવસારી જિલ્લો
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંસદા તાલુકાની પ્રતાપ હાઈસ્કૂલ શાળામાં ચિત્ર, વકતૃત્વ અને દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા યોજાઇ
-------
( નવસારી : શનિવાર ) કેન્દ્ર સરકાર દ્વારા તા.૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે . મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે . આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની વિવધ શાળાના વિધાર્થીઓ ' પોતાનું અનોખું યોગદાન આપી રહ્યા છે .
જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની પ્રતાપ હાઈસ્કૂલ ખાતે દેશ ભક્તિની થીમ ઉપર રંગોળી, ચિત્ર, વકતૃત્વ સ્પર્ધા સાથે દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધાઓ યોજાઇ હતી. તેમજ શાળાની વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેશના નકશાની ભવ્ય પ્રતિકૃતિ પણ બનાવાઈ હતી. બાળકોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા વિવિધ ચિત્રો બનાવી હતી. સાથે જ દેશભક્તિની થીમ પર વકૃત્વ સ્પર્ધા તેમજ દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા પણ યોજાઇ હતી. સાથોસાથ શાળા પરિવાર દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ આપવામાં આવી હતી.
આપણો તિરંગો આપણું ગૌરવ' - નવસારી જિલ્લો ------- હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંસદા તાલુકાની પ્રતાપ હાઈસ્કૂલ શાળામાં ...
Posted by Info Navsari GoG on Saturday, August 10, 2024
Comments
Post a Comment