પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
નવસારીનું ગુરુકુલ સુપા ગામ તિરંગાના રંગે દેશભક્તિમાં રંગાયું :
નવસારીઃ બુધવારઃ ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ -૨૦૨૪ની ઉજવણી ના ભાગરૂપે " હર ઘર તિરંગા" કાર્યક્રમ અન્વયે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ ની ભાવના જાગૃત થાય તે હેતુસર દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્ર ભક્તિ માટે તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત સુપા ગ્રામ પંચાયતના ઉપક્રમે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં સુપા પ્રાથમિક શાળા તથા ગુરૂકુલ વિદ્યામંદિર સુપા ના વિધાર્થીઓ તેમજ શાળા પરિવાર ના સભ્યો સાથે આંગણવાડી ની આશા વર્કર બહેનો, ગ્રામજનો જોડાયા હતા. દેશભક્તિ ના ગીતો અને ગુરુકુલ બેન્ડ ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ તિરંગા યાત્રામાં સુપા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી તથા પંચાયત સદસ્યો અને ગુજરાત ગુરૂકુળલ સભા ના કેમ્પસ ડાયરેક્ટર અને અન્ય સ્ટાફ જોડાયા હતા. તિરંગા યાત્રા ભૂતબંગલા થી નીકળી સુપાગામ ના મહોલ્લા ના મુખ્ય માર્ગ ઉપર પસાર થઈ હતી. તિરંગા યાત્રા ને લઈને વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોમાં અદભુત પૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતનો રાષ્ટ્રધ્વજ એકતા, અખંડિતતા તથા રાષ્ટ્રીય ગૌરવ નું પ્રતિક છે.તે પ્રત્યેક ભારતીયો ની આકાંક્ષાઓ અને આશાઓ નું પ્રતિનિધિત્વ કરે છે. તિરંગા યાત્રામાં ગ્રામજનો, કર્મચારીઓ અને રાજકીય પક્ષના અગ્રણીઓ જોડાયા હતા. #HarGharTiranga #HarGharTirangaGuj
Comments
Post a Comment