Skip to main content

આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન

    આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન નવસારી, 27 નવેમ્બર 2025 જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્રભાઈ પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિતના હોદ્દેદારોએ વિવિધ શાળાઓની કૃતિઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લાના ઉંડાચ વાણિયા ફળિયા, માછીયાવાસણ, ભાટ, અંભેટા, ...

પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી

   પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી 


ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતા નવસારી જિલ્લાનું પ્રવાસનની દ્રષ્ટીએ છે આગવુ સ્થાન 

કેલીયાડેમ ૧૦૦ ટકા ભરાઇ ઓવર ફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો: 

૧૭૩૫ મીલીયન કયુસેક મીટર પાણીની સંગ્રહ શકિત સાથે ૨૨૧૦ હેકટર જમીનને સિંચાઇ પૂરી પાડે: નવસારીના ૧૯ ગામોના કુલ-૪૬૦૦ લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન

સંકલન-વૈશાલી પરમાર

નવસારી,તા. ૩૧: સમગ્ર ગુજરાત તેના પ્રવાસન સ્થળો, યાત્રા ધામો, અને ઔતિહાસિક સ્થળોની વૈવિદ્યસભર વિપુલતાઓથી સમૃધ્ધ છે. એમાં પણ ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બને છે. ડાંગ જિલ્લાનો ગીરા ધોધ હોય કે તાપી જિલ્લાનો ચિમેર ધોધ કે વલસાડ જિલ્લાનો વ્હિલસન હિલ ધોધ લીલી વનરાજીમાં રાંચતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરવુ કે મુલાકાત લેવી એક લાહ્વા સમાન છે. ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતો નવસારી જિલ્લો પણ રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. 

નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચનું દાંડી ગામ અને રાષ્ટ્રનું ઔદ્યોગિક એકમ જમશેદ ટાટાનું વતન તથા દાદાભાઇ નવરોજીનું જન્મ સ્થાન નવસારી જિલ્લો છે. આમ આઝાદીની ચળવળથી રાષ્ટ્રના વિકાસમાં નવસારી જિલ્લો અગ્રેસર રહ્યો છે. સાથે સાથે ધાર્મિક દ્રષ્ટિએ પણ ભગવાન શ્રી રામના વનવાસની સાથે જોડાયેલ ઉનાઇ ગામના ગરમ પાણીના ઝરા સાથે પણ જોડાયેલ છે. તો કુદરતી સૌંદર્યમાં પણ નવસારી જિલ્લો આગવું સ્થાન ધરાવે છે. નવસારી જિલ્લો વિવિધ ક્ષેત્રોના વિકાસમાં અગ્રેસર રહ્યો છે. 

અખુડ કુદરતી સૌંદર્યો ધરાવતો નવસારી જિલ્લામાં દરેક ગામની વિશેષતાઓ વર્ણવવી અહીં શક્ય નથી. પરંતુ કુદરતની સાથોસાથ માનવસર્જીત જગ્યાઓ પણ તેટલી જ મનમોહન છે. જે સ્થળો પૈકી એક એવા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનુ કેલીયા ડેમ વર્ષા ઋતુમાં અનેરૂં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ડેમ નાનામોટા ડુંગરોની વચ્ચે સ્થિત છે. એમા પણ ડેમની નજીક જ આવેલા અજમલગઢ ઉપરથી સંપુર્ણ સપાટીએ ભરેલા અને છલકાતા કેલીયા ડેમનું દૃશ્ય પ્રવાસીઓને ઘેલું કરી દે તેવું લાગે છે. 

વર્ષાૠતુમાં વાંસદાના વન વિસ્તારમાં પ્રકૃતિની શોભા મોસમની સાથે સોળે કળાએ ખીલી ઉઠે છે. વહેતાં ઝરણાંઓનો નિનાદ, છલકાયેલા નદીનાળાઓ, ડુંગરોની ટોચ સાથે સંતાકુકડી રમતા વાદળો, ચોપાસ ફેલાયેલી હરિયાળી અને મંદમંદ વરસતા વરસાદથી જીવંત બની જતા સમગ્ર વાતાવરણને લીધે નવસારી જિલ્લાનું નૈસર્ગિક સૌંદર્ય કોઇપણ પ્રવાસધામથી ઓછું નથી. વર્ષા ઋતુમાં છલોછલ ભરાયેલા તળાવો અને નાની મોટી નદીઓનો વેગીલો પ્રવાહ પણ મંત્ર મુગ્ધ કરી મૂકે તેવો છે. વર્ષાૠતુથી દિવાળીના દિવસો સુધી પ્રકૃતિની આ અપાર શોભાને માણવીએ અનેરો લ્હાવો છે. 

નવસારી શહેર અને જિલ્લામાં અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. દાંડી અને ઉંભરાટના દરિયા કિનારે ફળફળાદિ અને નાળિયેરીના વૃક્ષો નયનરમ્ય વાતાવરણ ઊભું કરે છે. કેલીયા ડેમ ૧૦૦ટકા ભરાઇ જતા ડેમ ઉપરથી ધીમીધીમી ગતીએ પડતી ધારાઓ આંખને ભ્રમીત કરી દે છે. પરંતું આવો સુંદર નજારો જોવો મુલાકાતીઓ માટે કાયમી સંભારણું બની રહે છે.

નવસારીથી આશરે ૬૦ કી.મી.ના અંતરે આવેલ વાંસદાના ડુંગરો અને વનરાજી વચ્ચે વહીને નદી પરનો કેલીયા ડેમ તેના વિશાળ જળાશય અને તેની આસપાસનો વનવિસ્તાર નયનરમ્ય વાતાવરણ સર્જે છે. સુંદર ડુંગરાળ પ્રદેશ હરિયાળી અને વિશાળ જળાશય એક સાથે જોવાનો લ્હાવો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. વાંસદા તાલુકાના કેલિયા ગામે ખરેરા નદી ઉપર સ્થિત કેલિયા ડેમ ૧૯.૯૮ લાખ ઘન મીટર પાણીની સંગ્રહ શકિત સાથે ૨૨૧૦ હેકટર પિયત વિસ્તારમાં સિંચાઇ સુવિધા પૂરી પાડે છે. આ ડેમ ઓવર ફ્લો થતા ખેડૂતોમાં ખેતી માટે પાણીની સમસ્યાનું નિવારણ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  

ડેમના ઇતિહાસ ઉપર નજર કરીએ તો, બંધના કામની શરૂઆત-વર્ષ-૧૯૮૦માં થઇ હતી જે ૧૯૮૩માં બનીને તૈયાર થયો હતો. આ ડેમના પાણીનો ઉપયોગ ખાસ કરીને ખરીફ અને રવિ મૌસમમાં નવસારી જિલ્લાના ૧૯ ગામોના ખેડૂતો કરે છે. જેમાં વાંસદા તાલુકા- ૬ ગામો, ચીખલી તાલુકા-૧૨ ગામો, ખેરગામ તાલુકાના-૦૧ ગામ આમ, નવસારીના ૧૯ ગામોના કુલ-૪૬૦૦ લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન છે.  આ બંધ ઉપર કોઇ ગેટ નથી એટલે કે અનગેટેડ પ્રકારનો બંધ છે. જેની કુલ લંબાઈ-૮૧૪મીટર, માટીયાર બંધની લંબાઇ ૭૦૧મીટર  અને ડેમની સંપૂર્ણ જળ સપાટી ૧૧૩.૪૦ મીટર છે. 

ગત તા.૨૯-૦૭-૨૦૨૪ના રોજ સવારે ૧૨.૦૦ વાગ્યાના અરસામા કેલીયા ડેમ  સંપૂર્ણ સપાટીએ ભરાઇ ઓવર ફ્લો થયો હતો. હાલ ડેમમાંથી ૨૬૩.૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઇ નદીમાં જઇ રહ્યો છે. જળાશયની સંપૂર્ણ જળ સપાટી ૧૧૩.૪૦ મીટર છે જ્યારે જળાશયમાં હાલ તા.૩૧-૦૭-૨૦૨૪ના રોજ સાંજે ૦૪ વાગ્યાના આંક અનુસાર સપાટી ૧૧૩.૫૦ મીટર છે. અત્રે નોંધનિય છે કે, જુજડેમ પણ ટૂંક સમયમા ઓવરફ્લો થાય તેવી શક્યતા રહેલી છે. જુજ ડેમની સંપૂર્ણ જળ સપાટી ૧૬૭.૫૦મીટર છે જે હાલ ૧૬૭.૦૦ મીટર ઉપર ભરાયેલ છે.

Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

અદ્ભુત ગ્રામીણ પ્રતિભા: વાંસદાની કેલિયા પ્રાથમિક શાળાના અર્પણ ગાયકવાડે રાજ્ય સ્તરે WPC માં મોટી સફળતા મેળવી.

  અદ્ભુત ગ્રામીણ પ્રતિભા: વાંસદાની કેલિયા પ્રાથમિક શાળાના અર્પણ ગાયકવાડે રાજ્ય સ્તરે WPC માં મોટી સફળતા મેળવી. નવસારી (ગુજરાત) – શિક્ષણનો ખરો ઉદ્દેશ બાળકોમાં આત્મવિશ્વાસ, જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ કરવાનો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારનો બાળક પોતાની મહેનતથી રાજ્ય સ્તરની સ્પર્ધામાં સ્થાન મેળવે છે, ત્યારે તેના માતાપિતા અને શિક્ષકો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર ગર્વ અનુભવે છે. આવું જ એક ઉદાહરણ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી કેલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અર્પણ અનિલભાઈ ગાયકવાડે રજૂ કર્યું છે. WPC શું છે? WPC એટલે કે વર્ડ પાવર ચેમ્પિયનશિપને ભારતની સૌથી મોટી પ્રાદેશિક અંગ્રેજી ભાષા આધારિત સ્પર્ધા માનવામાં આવે છે. આ સ્પર્ધા ખાસ કરીને સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય બાળકોમાં અંગ્રેજી શબ્દોનું સાચો ઉચ્ચારણ (જોડણી), અર્થ, વાંચન ક્ષમતા અને ભાષા જ્ઞાન વિકસાવવાનો છે. સ્પર્ધા દરમિયાન, વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં શબ્દોનો સાચો ઉચ્ચાર, સાચો અર્થ ઓળખવા અને અંગ્રેજી ભાષા સમજવા સંબંધિત પ્રશ્નોનો સમા...