આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન નવસારી, 27 નવેમ્બર 2025 જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્રભાઈ પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિતના હોદ્દેદારોએ વિવિધ શાળાઓની કૃતિઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લાના ઉંડાચ વાણિયા ફળિયા, માછીયાવાસણ, ભાટ, અંભેટા, ...
Bilimora|Gandevi: બીલીમોરા નગરમાં ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ તથા સાંસ્કૃતિક વેશભુષા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી
આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો
Bilimora|Gandevi: બીલીમોરા નગરમાં ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ તથા સાંસ્કૃતિક વેશભુષા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી
બીલીમોરાના નાગરિકો સહિત બાળકોમાં ભળ્યો દેશભક્તિનો રંગ
(નવસારી: સોમવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા”નું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. જેને અનુલક્ષીને નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકામાં વી.એસ.પટેલ કોલેજ ખાતે યોજાયેલ ‘ હર ઘર તિરંગા’ યાત્રામાં નાગરિકો સહિત બાળકો જોડાઈને નગરવાસીઓને દેશભક્તિના એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. જેમાં આ ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે જોડાઈને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
બાળકો દ્વારા ૭૫ મીટર લાંબા તિરંગાની યાત્રા, ભારતમાતા અને સ્વતંત્રતા સેનાનીઓની વેશભુષા ધારણ કરેલા બાળકો, પોલીસકર્મી તથા NCCના વિધાર્થીઓ દ્વારા પરેડ આખા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
“હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા બીલીમોરા નગરપાલિકાના બાળકો-મહિલાઓ, યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહ બતાવ્યો છે. ત્યારે સૌ નગરવાસીઓ જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો.
જેનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનો છે.
આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ્લતા, ચીખલી પ્રાંત અધિકારીશ્રી મીતેશ પટેલ, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, બીલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસર, બીલીમોરા નગરપાલિકા પ્રમુખશ્રી, બીલીમોરાના પી.આઈ તથા નગરપાલિકાના કર્મચારી અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો * બીલીમોરા નગરમાં ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ તથા સાંસ્કૃતિક વેશભુષા સાથે ભવ્ય...
Posted by Info Navsari GoG on Monday, August 12, 2024
આપણો તિરંગો, આપણું ગૌરવ – નવસારી જિલ્લો * બીલીમોરા નગરમાં ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ તથા સાંસ્કૃતિક વેશભુષા સાથે ભવ્ય...
Posted by Info Navsari GoG on Monday, August 12, 2024



Comments
Post a Comment