નવસારી અને વલસાડના ખેડૂતો માટે નવી આશાનું કિરણ – રૂ. ૪૫ કરોડના નહેર આધુનિકીકરણના કામોનો પ્રારંભ નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે 2025ના નવાં વર્ષની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર સાથે થઈ છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના અંતર્ગત નવસારી તાલુકાના નાગધરા ગામે નહેર આધુનિકીકરણના રૂ. ૪૫ કરોડથી વધુના ૨૨ કામોનું ખાતમુહૂર્ત કર્યુ. આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પથી નવસારી અને વલસાડના ૪૭૮૦ હેક્ટર જમીનના ખેડુતોને સિંચાઈની સુવિધા મળશે. ઈ-તકતીનું અનાવરણ કરીને મંત્રીશ્રીએ ખેડૂતોને પાણીની અસરકારકતા અને સિંચાઈ માટે આધુનિક નહેર સિસ્ટમના મહત્ત્વ પર ભાર મુકાયો. નહેર આધુનિકીકરણ: પાણી બચાવ અને વધુ પાક ઉત્પાદન આ યોજનાથી નહેરોમાં લીકેજ અને સીપેજને રોકી પાણીનો ઓછામાં ઓછો વેડફાટ થાય તે સુનિશ્ચિત કરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતો માટે સિંચાઈની સુવિધા વધુ સુદ્રઢ બની રહેશે. આ કામો માત્ર જમીન અને પાકને જ નહીં, પણ વાહનવ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાઓને પણ ઉકેલાશે. ‘કેચ ધ રેન’ અભિયાન – વડાપ્રધાનના સંદેશની પુનરાવૃત્તિ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધત...
Khergam (vav): રાઘવા ફળિયા પ્રાથમિક વાવ શાળામાં બાળમેળો યોજાયો.
તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી, બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું.
Comments
Post a Comment