પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
નવસારી:ભારે વરસાદ અને પવનના કારણે વિવિધ રસ્તાઓ ઉપર પડેલા ઝાડને યુધ્ધના ધોરણે હટાવી રસ્તાઓ ખુલ્લા મુકતુ નવસારી જિલ્લા તંત્ર
નવસારી:ભારે વરસાદ અને પવનના કારણે વિવિધ રસ્તાઓ ઉપર પડેલા ઝાડને યુધ્ધના ધોરણે હટાવી રસ્તાઓ ખુલ્લા મુકતુ નવસારી જિલ્લા તંત્ર
નવસારી,તા.૨૪: નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ જિલ્લામાં સતત ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નવસારી શહેર અને ગ્રામના વિવિધ વિસ્તારોને અસર થવા પામી છે. આજરોજ ભારે વરસાદ અને પવનના કારણે વિવિધ રસ્તાઓ ઉપર ઝાડ પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત, નગરપાલિકા તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સહયોગથી ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા આમ, જિલ્લામાં વાહન વ્યવહાર ન ખોરવાઇ તેની પુરેપુરી તકેદારી નવસારી જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે.
*ભારે વરસાદ અને પવનના કારણે વિવિધ રસ્તાઓ ઉપર પડેલા ઝાડને યુધ્ધના ધોરણે હટાવી રસ્તાઓ ખુલ્લા મુકતુ નવસારી જિલ્લા...
Posted by Info Navsari GoG on Thursday, July 25, 2024

Comments
Post a Comment