પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગની સઘન કામગીરી
૫૧ મેડીકલ ઓફિસર, ૭૧૭ પેરા મેડીકલ સ્ટાફ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઇ: પાણીનું ક્લોરીનેશન,દવા વિતરણ તથા રોગચાળો ન ફેલાય તે માટે જનજાગૃતી માટે વિવિધ IEC એક્ટીવીટી કરાઇ
-
નવસારી,તા.૨૪: નવસારી જિલ્લામાં પુરઅસરગ્રસ્ત અને પાણી ભરાયેલ ઘરોવાળા વિસ્તારમાં લોકોનાં સ્થળાંતર અને આશ્રય સ્થાનો પર મેડીકલ ટીમ મુકવામાં આવી છે. જ્યા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોના હેલ્થ ચેકઅપની કામગીરી હાથ ધરવામાં આવી છે. તથા તમામ આશ્રય સ્થાનોની મુલાકાત આરોગ્ય વિભાગનાં ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જે જગ્યા પર પાણી ઓસરી ગયા હોય તેવી જગ્યા પર આરોગ્ય વિવિધ ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવ્યુ છે. ટેબલેટ ક્લોરીન અને કેપ્સુલ દોક્ષીસાયક્લીન, આયોડીન મલમનું વિતરણ અને પાણીનું ક્લોરીનેશન કામગીરી તથા રોગચાળો ન ફેલાય તે માટે જનજાગૃતી માટે વિવિધ IEC એક્ટીવીટી કરવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ આરોગ્યની ટીમ બનાવી ૫૧ મેડીકલ ઓફિસર, ૭૧૭ પેરા મેડીકલ સ્ટાફ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગની સઘન કામગીરી - ૫૧ મેડીકલ ઓફિસર, ૭૧૭ પેરા મેડીકલ સ્ટાફ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ...
Posted by Info Navsari GoG on Thursday, July 25, 2024

Comments
Post a Comment