નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...
નવસારી જિલ્લામાં ૨૧૭૩૬ ખેડૂતો કુલ ૭૦૭૪ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે
આત્મા પ્રોજેક્ટ હેઠળ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૬૫૬૮૩ ખેડૂતોને રાજ્ય સરકારે તાલીમ આપી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનાં આહ્વાન અને પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિ ગામેગામ વિસ્તરી નવસારી,તા૧૬: સાંપ્રત સમયમાં કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના દ્વારા થતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે. નવસારી જિલ્લામાં આત્મા અંતર્ગત છેલ્લા વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નવસારી જિલ્લામાં ૨૧૭૩૬ ખેડૂતો દ્વારા કુલ-૭૦૭૪ એકરમાં વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ વિસ્તારી છે. આત્મા (એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી)દ્વારા હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય આપી રહી છે. આ ઉપરાંત એફ.પી.ઓ. થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો આવી રહ્યો છે. રાજ્ય કક્ષાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ નવસારી દ્વારા આયોજિત થતી ખેડૂત તાલીમમાં વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં કુલ -૬૫૬૮૩ થી વધુ ખેડૂતોએ તાલીમ લઈને પ્રાકૃત્તિક ખેતીની વિધિવત જાણકારી પ્રાપ્ત કરી છે. તાલીમ મેળવ્યા બાદ અનેક ધરતીપુત્રોએ જમીનની ઉત્પાદકતા વધે તથા જંતુનાશક અને રાસાયણિક ખાતરમુક્ત ખેત પેદાશોના પ્રોત્સાહન આપવા માટે સહર્ષ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો છે.નવસારી જિલ્લામાં ૨૧૭૩૬ ખેડૂતો કુલ ૭૦૭૪ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે - આત્મા પ્રોજેક્ટ હેઠળ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪...
Posted by Info Navsari GoG on Tuesday, July 16, 2024
Comments
Post a Comment