આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન નવસારી, 27 નવેમ્બર 2025 જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્રભાઈ પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિતના હોદ્દેદારોએ વિવિધ શાળાઓની કૃતિઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લાના ઉંડાચ વાણિયા ફળિયા, માછીયાવાસણ, ભાટ, અંભેટા, ...
વલસાડનાં માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલે ધરમપુર સરકારી હોસ્પિટલની મુલાકાત કરીને દર્દીઓને અપાતી સુવિધા, વ્યવસ્થા અને સગવડનું નિરીક્ષણ કર્યું.
વલસાડનાં માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલે ધરમપુર સરકારી હોસ્પિટલની મુલાકાત કરીને દર્દીઓને અપાતી સુવિધા, વ્યવસ્થા અને સગવડનું નિરીક્ષણ કર્યું.
આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં જવાબદાર અધિકારીઓ સાથે આરોગ્ય સુવિધા સંદર્ભે સંવાદ કર્યો અને દર્દીઓને મદદરૂપ બનવા જરૂરી સૂચનો આપ્યા.આજરોજ ધરમપુર સરકારી હોસ્પિટલની મુલાકાત કરીને દર્દીઓને અપાતી સુવિધા, વ્યવસ્થા અને સગવડનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત...
Posted by Dhaval Patel on Friday, July 12, 2024

Comments
Post a Comment