નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણી ભરાતા ૨૩૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
આશ્રયસ્થાનોમાં નાગરિકોને રહેવા-જમવા સહિતની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવાઇ
નવસારી,તા.૨૪: નવસારી જિલ્લામાં અવિતર વરસાદના કારણે નિચાણવાળા સ્થળો તથા નદીની આસપાસના સ્થળોએ ઘરોમાં પાણી ભરાયા હતા. જેના કારણે નવસારી જિલ્લાના કુલ-૨૩૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડી હતી. નગરપાલિકા હાઇસ્કુલ શાંતાદેવી રોડ, રેલ રાહત કોલોની, વિજલપુર મારુતિ નગર, નાસિલપોર, જલાલપોર તાલુકાના વાડા ગામના કરોટીવાસ ફળીયુ ખાતે આશ્રયસ્થાનોમાં નાગરિકોને રહેવા-જમવા સહિતની જરૂરી સુવિધાઓમાં પીવાના પાણી, સુવા માટે ચાદર-ગાદલા તથા શૌચાલય જેવી જરૂરી સુવિધા નવસારી જિલ્લા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાઇ છે.
અત્રે નોંધનિય છે કે, નવસારી જિલ્લામાં કુલ ૪૫૪ આશ્રયસ્થાન નક્કી કરવામાં આવેલ છે જેમાં અંદાજીત ૪૬,૨૫૬ લોકોને આકસ્મિક સંજોગોમા સ્થળાંતરિત કરી શકાશે. હાલની પરિસ્થિતીએ નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ કુલ-૨૩૩ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
*નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણી ભરાતા ૨૩૩ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા* - *આશ્રયસ્થાનોમાં નાગરિકોને રહેવા-જમવા...
Posted by Info Navsari GoG on Thursday, July 25, 2024
Comments
Post a Comment