Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી

    નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...

આદિજાતિ વિશેષ: આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલી

  આદિજાતિ  વિશેષ: આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલી

નવસારી જિલ્લાના ચિખલી તાલુકા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા સર્વસમાવેશક બાબતો થકી સમાજના ઉત્થાન અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

ગત વર્ષ દરમિયાન નવસારી જિલ્લાની આદર્શ નિવાસી શાળા(કન્યા) ચીખલીની ૧૦ વિદ્યાર્થીનીઓ MBBS, BHMS-Homeopathyમાં ૦૪ અને Physiotherapyમાં ૦૨ જેટલી વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો

સંકલન-વૈશાલી પરમાર 

 નવસારીઃતા.23: ભારત દેશની સૌથી મોટી શક્તિ જ આપણી વિવિધતામાં છે. દરેક સમાજ પોતાની સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી દેશની પ્રગતિમાં પોતાનું આગવું યોગદાન આપે છે. સરકાર દ્વારા તમામ સમાજની પારંપારિક ઓળખને સુરક્ષિત રાખી, પ્રત્યેક સમાજના શૈક્ષણિક, આર્થિક, સામાજિક, આરોગ્યલક્ષી તેમજ સર્વાંગીક વિકાસ પ્રત્યે સંવેદનશીલ રહી નીતિ, અભિયાનો, કાર્યક્રમો અને યોજનાઓ ઘડવામાં આવે છે. આ તમામ સર્વસમાવેશક બાબતોને કેન્દ્રમાં રાખી ગુજરાત રાજય સહિત નવસારી જિલ્લામાં પણ આદિજાતિઓ માટેની કલ્યાણકારી યોજનાઓને અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવે છે. 

નવસારી જિલ્લાના ચિખલી તાલુકા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા સર્વસમાવેશક બાબતો થકી સમાજના ઉત્થાન અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. આદર્શ નિવાસી કન્યા શાળા વર્ષ-૧૯૯૦થી કાર્યરત થઇ હતી. આ શાળામાં ચિખલી, ગણદેવી, વાંસદા, સહિત ધરમપુર, વાપી, પારડી, કપરાડા, વ્યારા, ડોલવણ અને ડાંગથી પણ વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવી સરકારની સુવિધાનો લાભ લઇ રહ્યા છે. આ વર્ષે કુલ-૩૬૮ વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો છે. 


આદર્શ નિવાસી કન્યા શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ 

કન્યા શાળામાં ધોરણ-૦૯, ૧૦ અને ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ ચાલે છે. શાળામાં ૧૦ કલાસરૂમ, એક લાઇબ્રેરી, ૦૨ લેબ સહિત પ્રાર્થના ઘર, મેપરૂમ, અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. છાત્રાલયની વાત કરીએ તો ૧૭ રૂમ ૦૮ હોલ, ૩૧ શૌચાલય, ૨૫ બાથરૂમ, રસોડુ અને ડાયનિંગ હોલની સુવિધા સરકારશ્રી તરફથી વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે. 

એક તરફ શાળામાં શિક્ષકો દ્વારા જ્ઞાન જ્યારે બીજી તરફ પોષ્ટીક ભોજન થકી વિદ્યાર્થીનીઓના સાર્વાંગી વિકાસ માટે શાળા સતત પ્રયત્નશિલ રહી છે. જેના સફળ પ્રયાસોના ભાગરૂપે ગત વર્ષ દરમિયાન નવસારી જિલ્લાની આદર્શ નિવાસી શાળા(કન્યા) ચીખલીની ૧૦ વિદ્યાર્થીનીઓ MBBS, BHMS-Homeopathyમાં 4 અને Physiotherapyમાં 2 જેટલી વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવેલ છે.


ખાનગી શાળાઓ પાછળ ઘેલા વાલીઓ માટે આ બાબત જાણવા જેવી છે કે, વર્ષ-૨૦૨૩-૨૪માં માધ્યમિક વિભાગ SSCનું પરિણામ ૧૦૦ ટકા અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ HSC વિજ્ઞાન પ્રવાહ બોર્ડનું ૯૭.૪૩ ટકા પરિણામ શાળાએ મેળવ્યું છે. 


ઇતર પ્રવૃતિઓમાં પણ કન્યા શાળા છે આગળ 

શાળામાં જ્ઞાનોત્સવ કાર્યક્રમ, ચક દે પરીક્ષા, સાપ્તાહિક, પખવાડિક, માસિક કસોટી, એસાઇમેન્ટ, શૈક્ષણિક પ્રોજેક્ટ, એજ્યુકેશનલ સી.ડી. દ્વારા શિક્ષણ, જુદી જુદી પધ્ધતિ મુજબ શિક્ષણ, D.T.H. શૈક્ષણિક પ્રોગ્રામ, એસ.એસ.સી.માં પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીની પુરવણી નિરીક્ષણ, તજજ્ઞો દ્વારા શાળા પરિણામ સુધારણા સહિત વિવિધ વિષય ઉપર સેમિનાર, શાળા કોચિંગ ક્લાસ, પર્સનલ કોચિંગ ક્લાસ, અંગેના સેમિનાર, સંદર્ભ પેપર સેટ મુજબ અધ્યાપન, ગૃપ આયોજન મુજબ ચર્ચાસભા, શૈક્ષણિક સાધન સામગ્રી બનાવટ, વાર્ષિક ઉત્સવનું – સ્ટુડન્ટ એવોર્ડનું આયોજન જેવી અનેક શૈક્ષણિક ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભણવાની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. જેમાં એનસીસી, વાર્ષિક અભિનંદન સમારોહ, રમતોત્સવ, વૃક્ષારોપણ અને યોગ જેવી પ્રવૃતિઓમાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લે છે. 

બોક્ષ- 

 છાત્રાલયમાં 'નાની નાની રોજીંદા વપરાશની ચિજ વસ્તુઓ પણ આપવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીનીઓ કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ભણવા ઉપર ધ્યાન આપી શકે છે.'- આચાર્યશ્રી નરેન્દ્રભાઇ પટેલ


શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઇ પટેલ આ અંગે વધુ માહિતી આપતા જણાવે છે કે, આ શાળા નિવાસી શાળા હોવાના કારણે વિદ્યાર્થીનીઓને તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે ગણવેશ, ટ્રેક શુટ, મચ્છરદાની, પલંગ, ગાદલા સહિત સાબુ, તેલ જેવી નાની નાની રોજીંદા વપરાશની ચિજ વસ્તુઓ પણ આપવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીનીઓ કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ભણવા ઉપર ધ્યાન આપી શકે છે. શાળામાં સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવાની સાથે નબળા બાળકો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે નાસ્તો અને રાત્રે જમવાનું આપવામાં આવે છે. જેમાં રોજ અલગ અલગ નાસ્તો અને ભોજન ગરમા ગરમ વિદ્યાર્થીનીઓને પિરસવામાં આવે છે. છેલ્લા ૦૭ વર્ષમાં ૭૫ જેટલી વિદ્યાર્થીનીઓ તથા ગત વર્ષે આ શાળાના ૧૬ વિધાર્થીનીઓએ મેડીકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો છે.


નવસારી જિલ્લા આદિજાતી વિભાગ હેઠળની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨નાં કુમાર/કન્યાઓનું વિના મૂલ્યે શિક્ષણ અને રહેવા- જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, નવસારી જિલ્લામાં કુલ- ૪ આદર્શ નિવાસી શાળાઓ આવેલ છે. જેમાં અભ્યાસ કરીને વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ દ્વારા M.B.B.S./ B.D.S./ B.H.M.S./ Engineering જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહ્યા છે. 



ભુતપૂર્વ વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રેરણા મેળવી હાલ ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતી વાંસદા તાલુકાના ચોરવણી ગામની વિદ્યાર્થીની મતતા ગમનભાઇ રાઉત પોતે મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સ્વપ્ન અંગે ચર્ચા કરી હતી. તેણી એ જણાવ્યું હતું કે, અમને શાળામાં ખુબ સારૂ શિક્ષણ મળે છે જેના કારણે હું ધોરણ ૧૦માં ૯૩ ટકા મેળવી A1 કેટેગરી સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તિણ થઇ છું. આ પરિણામ થી મારા માતા પિતા પણ ખુબ ખુશ છે અને હુ ભવિષ્યમાં મેડીકલ ક્ષેત્રમાં જવા માંગું છું.


વંચિતોના સર્વાંગી વિકાસ માટે કટીબધ્ધ રાજ્ય સરકાર અને કર્મઠ શિક્ષકના પ્રયાસોના કારણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામે આવેલી આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની અનુસૂચિત જનજાતિ કલ્યાણની આદર્શ નિવાસી શાળા (એસ.ટી.) સાયન્સમાં વિવિધ જિલ્લાના વિદ્યાર્થીનીઓને રહેવા-જમવાની સુવિધા મેળવી અભ્યાસ કરી રહ્યા છે. 


"સૌનો સાથ - સૌનો વિકાસ - સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ"નો આ વિકાસમંત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને આપ્યો. આ વિકાસમંત્ર થકી દેશને વિકાસની પ્રક્રિયામાં નીત નવીન ઉપલબ્ધિઓ મેળવવામાં સતત પ્રેરણા મળી રહી છે. સમગ્ર દેશની સાથે ગુજરાત અને નવસારી જિલ્લાના આદિજાતીના વિદ્યાર્થીઓ પણ વિકાસગાથામાં પોતાનું સક્રિય યોગદાન નોંધાવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...