પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક: ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા તંત્રનો અનુરોધ
નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક: ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા તંત્રનો અનુરોધ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોની મદદે પહોચ્યું
-
નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી
-
(નવસારીઃ બુધવારઃ) : સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નવસારી વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે.
નવસારી જિલ્લાની વાત કરીએ તો, નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ આજરોજ તા.૨૪-૦૭-૨૦૨૪ સાંજના ૦૬ વાગ્યા સુધી અંબિકા નદી ૨૧.૯૭ ફુટ પાણીની સપાટી, પૂર્ણા નદી ૨૨ ફૂટ તથા કાવેરી નદી ૧૩.૫૦ ફૂટની સપાટીએ વહી રહી છે. તથા જુજ ડેમ ૧૬૧.૮૫ ફૂટ તથા કેલિયા ડેમ ૧૧૦.૭૫ ફૂટ પાણી ભરાયેલ છે. નવસારી જિલ્લામાં આજે સાંજના ૦૬ વાગે સુધીમાં નવસારી તાલુકામાં ૬૦ મીમી, જલાલપોર તાલુકામાં ૪૧ મીમી, ગણદેવી તાલુકામાં ૪૦ મીમી, ચીખલી તાલુકામાં ૫૭ મીમી, વાંસદા તાલુકામાં ૬૩ મીમી અને ખેરગામ તાલુકામાં ૮૫ મીમી વરસાદ મળી કુલ-કુલ-૫૮ મીમી વરસાદ નોધાયેલ છે.
નવસારી જિલ્લામાં વરસાદની હાલની પરિસ્થિતિ પર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. નદીઓના જળસ્તર વધતા અમુક અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર, ગણદેવી તથા જલાલપોર તાલુકામાં કુલ ૨૩૩ વ્યક્તિઓને આશ્રયસ્થાનમાં સ્થળાંતર કરવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વ્રારા સ્થાળાંતર કરેલ લોકોને સુવિધા સભર રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળાંતરિત કરેલા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અવ્યવસ્થા ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે કામ રહી રહ્યું છે.
બોક્ષ-
નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ કુલ-૨૩૩ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા
-
નવસારી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતીને પહોચી વળવા માટે જીલ્લામાં કુલ ૪૫૪ આશ્રયસ્થાન નક્કી કરવામાં આવેલ છે જેમાં અંદાજીત ૪૬,૨૫૬ લોકોને આકસ્મિક સંજગોમા સ્થળાંતરિત કરી શકાશે. હાલની પરિસ્થિતીએ નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ કુલ-૨૩૩ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સ્થળાંતરીત નાગરિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ નવસારી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત જલાલપોરના કૃષ્ણપુર ગામ ખાતે સાયક્લોન સેન્ટર પર SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખી આશ્રયસ્થાન પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
બોક્ષ-
બંધ થયેલા રસ્તાઓની વિગત
આજરોજ પડેલ વરસાદના કારણે સાંજના ૦૫ વાગ્યા સુધીમાં નવસારી જિલ્લામાં કુલ ૬ નેશનલ હાઈવે રસ્તા તથા જિલ્લાના પંચાયતના નાના મોટા ૮૩ રસ્તાઓ મળી કુલ-૮૯ રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. પાણીનું સ્તર નીચે જતા રસ્તાઓ પુન:શરૂ કરવામાં આવશે.
બંધ થયેલા પૈકિ નવસારી તાલુકાના ૧૧ રસ્તા, જલાલપોર તાલુકાના ૦૮ રસ્તા, ગણદેવી તાલુકાના ૧૭ રસ્તા, ચિખલી તાલુકાના ૨૪ અને ખેરગામ તાલુકાના ૦૬, જ્યારે વાંસદા તાલુકાના ૧૭ મળી કુલ-૮૩ રસ્તાઓ બંધ થયા છે. આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાય છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનિય છે કે, નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદથી પ્રભાવિત લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવા માટે જિલ્લા પ્રશાસન વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને દિવસ રાત ખડેપગે કામગીરી કરી રહ્યું છે.
નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક: ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા તંત્રનો...
Posted by Info Navsari GoG on Thursday, July 25, 2024

Comments
Post a Comment