પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી કરાઇ :
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૧૬: વિદ્યાર્થીઓમાં બાળપણથી જ નેતૃત્વના ગુણો વિકસે તથા ભાવી નેતાઓ આગળ આવે તે માટે દીપ દર્શન ઈંગ્લીશ મીડીયમ શાળાના આચાર્યા સુશ્રી સિસ્ટર મનિષા ગામિતના માર્ગદર્શન હેઠળ ગત તારીખ ૯ જુલાઇ ૨૦૨૪નાં રોજ શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા આહવા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી હરીરામભાઇ સાંવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી હરીરામભાઇ સાંવતે વિદ્યાર્થીઓને પ્રસંગ અનુરૂપ પ્રવચન આપી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને અન્ય કારકિર્દીની સાથે ભાવી નેતા બનવા આહવાન કર્યું હતું. ‘કેપ્ટન સમારોહ’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ક્લાસ કેપ્ટનો તથા ગ્રુપ કેપ્ટનોની નિમણુંક કરી શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ શાળામાં હેડબોય અને હેડગર્લની પણ નિમણુંક કરવામાં આવી હતી.આ સમારોહમાં સંસ્થાના વડા સુશ્રી સિસ્ટર ત્રિશા, દીપ દર્શન માધ્યમિક શાળાના આચાર્યા સુશ્રી સુહાસિની પરમાર તથા પ્રાથમિક શાળાના આચાર્યા સુશ્રી સ્મિતા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી કરાઇ : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૧૬: વિદ્યાર્થીઓમાં...
Posted by Info Dang GoG on Tuesday, July 16, 2024



Comments
Post a Comment