નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...
નવસારી જિલ્લાના ઉમેદવારોને તાલુકા- જિલ્લાકક્ષા યુવા ઉત્સવમાં ભાગ લેવા જોગ :
તા.૧૦ ઓગષ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.
નવસારીઃ બુધવારઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, નવસારી દ્વારા સંચાલિત તાલુકાકક્ષા/જિલ્લાકક્ષા યુવા ઉત્સવ ૨૦૨૪-૨૫ ના ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૦/૦૮/૨૦૨૪ છે. આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ “અ” (૩૧/૧૨/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા),૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ “બ” (૩૧/૧૨/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના “ખુલ્લા” વિભાગમાં (૩૧/૧૨/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા) ભાગ લઈ શકશે.
જે અંતર્ગત સાહિત્ય વિભાગમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા છંદ ચોપાઈ, લોકવાર્તા, કલા વિભાગમાં: સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત, હળવું કંઠય સંગીત, લોકવાદ્ય સંગીત, ભજન, સમૂહગીત, એકપાત્રીય અભિનય યોજાશે.
આ ઉપરાંત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ૧૮ કૃતિઓ જેવી કે, લોકનૃત્ય, લોકગીત, એકાંકી (હિન્દી/અંગ્રેજી), શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલાં, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગિટાર, શાસ્ત્રીય નૃત્ય – ભરતનાટયમ, શાસ્ત્રીય નૃત્ય – મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય – ઓડિસી, શાસ્ત્રીય નૃત્ય – કથ્થક, શાસ્ત્રીય નૃત્ય – કુચીપુડી, શીધ્ર વકતૃત્વ (હિન્દી/અંગ્રેજી) યોજાશે.
વર્ષ: ૨૦૨૩-૨૪ દરમ્યાન રાષ્ટ્રકક્ષા યુવા ઉત્સવમાં દાખલ કરવામાં આવેલ કૃતિઓ જેવી કે લાઈફ સ્કિલ વિભાગમાં સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકીંગ, ડિક્લેમેશન અને ફોટોગ્રાફીની સ્પર્ધાઓ તથા યુવાક્રિતી વિભાગમાં હેન્ડી ક્રાફટ, ટેક્ષટાઈલ્સ અને એગ્રો પ્રોડક્ટના પ્રદર્શન યોજવાના જેવા આયોજન પણ ઓફલાઈન હાથ ધરવામાં આવશે. તાલુકાકક્ષાની સ્પર્ધાના પ્રથમ ક્રમ વિજેતા જિલ્લાકક્ષાએ અને જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા ટુકડીઓ તથા વિજેતાઓ પ્રદેશકક્ષાએ ભાગ લેશે.
તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષા સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધરકાર્ડની નકલ સાથે રાખી તા. ૧૦/૦૮/૨૦૨૪ સુધીમાં કચેરી કામકાજના દિવસો દરમ્યાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સી-બ્લોક, બીજો માળ, જિલ્લા સેવા સદન, જુનાથાણા, નવસારી – ૩૯૬૪૪૫ ખાતે જમા કરવાના રહેશે. સમયમર્યાદા બાદ તેમજ અધુરી વિગત વાળા ફોર્મ, માગ્યા મુજબના આધાર પુરાવા જોડ્યા વગરના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.
નવસારી જિલ્લાના ઉમેદવારોને તાલુકા- જિલ્લાકક્ષા યુવા ઉત્સવમાં ભાગ લેવા જોગ : તા.૧૦ ઓગષ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે. ...
Posted by Info Navsari GoG on Thursday, July 25, 2024
Comments
Post a Comment