Skip to main content

Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે

 Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે  કાર્યક્રમના સુચારું આયોજન અંગે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સ્થળ બેઠક યોજાઇ  - કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ,કીટ વિતરણ વગેરેના સ્થળોની સ્વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્યા. નવસારી  તા.25:  ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી જિલ્લામાં આગામી તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ ધોડીયા સમાજની વાડી, સુરખાઈ, તાલુકો ચિખલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેના સૂચારું આયોજન માટે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્થળ બેઠક યોજાઇ હતી.  કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ વગેરેના સ્થળોની સ્વયં

Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

   Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.

 તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે મફત નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં વાડ ગામના અગ્રગણ્ય ખેડૂત અગ્રણી, સામાજિક કાર્યકર અને  ખેરગામ વિસ્તારમાં દાતારના નામથી ઓળખ ધરાવતા  શ્રી દિનેશભાઈ તથા એમના ધર્મપત્નિ ભારતીબેન તરફથી વિના મૂલ્યે નોટબૂકનું વિતરણ કરાયું હતું.

 જેમાં  દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 જેટલા બાળકનોને મફત નોટબુક આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રી કિરીટભાઇએ એમનું પુષ્પથી સ્વાગત કર્યુ અને ભારતીબહેનનું સ્વાગત શાળાની તમામ બહેનોએ સાથે મળી કર્યું હતું તેમજ શાળાના આચાર્યશ્રી એ દિનેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 ભવિષ્યમાં પણ એમનો શાળાના બાળકો માટે આવોજ પ્રેમ અને સહકાર મળતો રહેશે  એ માટે આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવાવા બદલ મુખ્ય મુખ્ય શિક્ષક કિરીટભાઇ એ આભાર વ્યક્ત કર્યો હતો.





Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું. તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ...

Posted by Khergam news on Wednesday, June 19, 2024

Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

  Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

આપણો નવસારી જિલ્લો :-

  નવસારી જિલ્લો :- (૧). નવસારી:-                                                         પૂણૉ નદીના કિનારે વસેલું જિલ્લાનુ મુખ્ય મથક છે.             જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીના જન્મ સ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે. નવસૈયદ પીરની મઝાર હિન્દુ- મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે. પુરાણકાળનુ પૂણૉ નદી પર નવસારિકા બંદર હતું. નવસારીનો તાતા હોલ આજે દ.ગુજરાતની શાન છે. ફિલ્મ સ્ટાર જેકી શ્રોફ અને ગઝલ ગાયિકા પિનાઝ મસાણી નું નામ આવે. (૨). ઉભરાટ :-  લીલી વનરાજી અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલુ એક વિહારધામ છે. (૩). બીલીમોરા:-  સોમનાથ મહાદેવનું મંદિર , વલસાડી સાગમાથી રાચરચીલું બનાવવાનાં કારખાનાં અહીં વિકસ્યા છે. (૪). મરોલી :- કસ્તુરબા સેવાશ્રમને લીધે પ્રસિદ્ધ છે. અહીંની માનસિક રોગની હોસ્પિટલ જાણીતી છે. (૫). વાંસદા :-  જૂના રજવાડાનું સ્થળ છે. મહેલ અને દરબારગઢ જોવાલાયક છે. અહીં રાષ્ટ્રીય અભયારણ છે. (૬). દાંડી :-  ગાંધીજીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના નિવાસ સ્થાને 'હદયકુજ' થી ૭૮ સૈનિકો સાથે ઈ.સ ૧૯૩૦ના માચૅની ૧૨ તારીખે પગપાળા ૨૪૧ માઈલની ધમૅયાત્રા કરી અપ્રિલની ૫મીએ દાંડી પહોંચ્યા. ૬ઠી એપ્રિલે સમુદ્ર સ્નાન

Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૧૭-૦૭-૨૦૨૪નાં દિને ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂત ભાઈ-બહેનોને કિટ/એસેટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે નરેશભાઈ પટેલે ખેડૂત ભાઈ - બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા ખેત ઉત્પાદન, સિંચાઈ, સહકાર અને પશુપાલન સમિતિ, જિ.પં.નવસારીના અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, નવસારી જિ.પં.ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા તથા પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ... Posted by  Naresh Patel  on  Wednesday, July 17,