નવસારી અને વલસાડના ખેડૂતો માટે નવી આશાનું કિરણ – રૂ. ૪૫ કરોડના નહેર આધુનિકીકરણના કામોનો પ્રારંભ નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે 2025ના નવાં વર્ષની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર સાથે થઈ છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના અંતર્ગત નવસારી તાલુકાના નાગધરા ગામે નહેર આધુનિકીકરણના રૂ. ૪૫ કરોડથી વધુના ૨૨ કામોનું ખાતમુહૂર્ત કર્યુ. આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પથી નવસારી અને વલસાડના ૪૭૮૦ હેક્ટર જમીનના ખેડુતોને સિંચાઈની સુવિધા મળશે. ઈ-તકતીનું અનાવરણ કરીને મંત્રીશ્રીએ ખેડૂતોને પાણીની અસરકારકતા અને સિંચાઈ માટે આધુનિક નહેર સિસ્ટમના મહત્ત્વ પર ભાર મુકાયો. નહેર આધુનિકીકરણ: પાણી બચાવ અને વધુ પાક ઉત્પાદન આ યોજનાથી નહેરોમાં લીકેજ અને સીપેજને રોકી પાણીનો ઓછામાં ઓછો વેડફાટ થાય તે સુનિશ્ચિત કરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતો માટે સિંચાઈની સુવિધા વધુ સુદ્રઢ બની રહેશે. આ કામો માત્ર જમીન અને પાકને જ નહીં, પણ વાહનવ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાઓને પણ ઉકેલાશે. ‘કેચ ધ રેન’ અભિયાન – વડાપ્રધાનના સંદેશની પુનરાવૃત્તિ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધત...
Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
Credit : વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી
Comments
Post a Comment