નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...
Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.
Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા. "હું મતદાન અવશ્ય કરીશ." આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભૂલાય નહિ તમે પણ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો #Election2024 #ElectionAwareness #VotingRights #IVoteForSure @CEOGujarat @ECISVEEP pic.twitter.com/XhFSfpI2E3 — Collector & DM Navsari (@CollectorNav) April 30, 2024