પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025 તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...