નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...
શિક્ષણમાં નવીન અભિગમ: બાળકોના વિકાસ માટે ખેરગામ ખાતે એક દિવસીય હિન્દી પેડાગોજી તાલીમ યોજાઈ. તારીખ: 21-02-2024 સ્થળ: બહેજ પ્રાથમિક શાળા, ખેરગામ શિક્ષણ કોઈ એકસ્થળીય પ્રક્રિયા નથી; તે સતત વિકાસશીલ ક્ષેત્ર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 આ પરિવર્તનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. NEP 2020 શિક્ષણમાં ગુણવત્તા, રસપ્રદતા અને નવીનતાને મહત્વ આપે છે. ખેરગામ ખાતે યોજાયેલી એક દિવસીય હિન્દી પેડાગોજી (શિક્ષણશાસ્ત્ર) તાલીમ એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. હિન્દી પેડાગોજી તાલીમ: એક નવો અભિગમ ખેરગામ તાલુકાના ધોરણ 3 થી 5 ના વિશિષ્ટ હિન્દી શિક્ષકો માટે વિશેષ તાલીમ યોજાઈ. વિષય- નિષ્ણાંતો – વાસંતીબેન પટેલ અને સંગીતભાઈ પટેલ – દ્વારા વાર્તા, ચિત્રવાર્તા, અને રમતો દ્વારા શીખવવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી. વિશેષણ (Adjectives) કેવી રીતે શીખવવાં? ચિત્રો અને વાર્તાઓ દ્વારા ફ્લેશકાર્ડ રમતો અને સંવાદ દ્વારા અનુભવ આધારિત પ્રવૃત્તિઓ તાલીમમાં ડાયટ, નવસારીના લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ BRC વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્...