આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન નવસારી, 27 નવેમ્બર 2025 જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્રભાઈ પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિતના હોદ્દેદારોએ વિવિધ શાળાઓની કૃતિઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લાના ઉંડાચ વાણિયા ફળિયા, માછીયાવાસણ, ભાટ, અંભેટા, ...
શિક્ષણ ક્ષેત્રે નવો અવિરત પ્રવાહ: નવસારી જિલ્લાની શ્રીમતી કીર્તિબહેન પટેલની આંતરરાષ્ટ્રીય સન્માનયાત્રા
શિક્ષણ ક્ષેત્રે નવો અવિરત પ્રવાહ: નવસારી જિલ્લાની શ્રીમતી કીર્તિબહેન પટેલની આંતરરાષ્ટ્રીય સન્માનયાત્રા શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકોની ભેટ નથી, પરંતુ વિદ્યાર્થીઓની સૃજનશીલતા, વિચારશક્તિ અને કુશળતાને ઉન્નત કરવાની એક અનોખી પ્રક્રિયા છે. ગુજરાતમાં અનેક શિક્ષકો શિક્ષણની નૈતિકતા અને નવું દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે, તેમા એક સુંદર ઉદાહરણ છે શ્રીમતી કીર્તિબહેન ઓજસકુમાર પટેલ. ICC IG 5 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ – ગુજરાતનું ગૌરવ IIMA ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં 30 જાન્યુઆરી 2025 ના રોજ યોજાયેલ ICC IG 5 ઇન્ટરનેશનલ કોન્ફરન્સ શિક્ષણ અને નવીનતાને એકસાથે લાવતી મહત્ત્વપૂર્ણ ઘટના છે. દર પાંચ વર્ષે યોજાતી આ કોન્ફરન્સ માં દેશ-વિદેશના 250 જેટલા પ્રતિનિધિઓ ભાગ લે છે. આ વર્ષે, સમગ્ર ગુજરાતમાંથી પ્રજ્ઞા વર્ગમાં આગવી શૈલીથી કાર્યરત 12 પ્રતિભાશાળી શિક્ષકો ને પસંદ કરવામાં આવ્યા, જેમાં નવસારી જિલ્લાના બુનિયાદી મિશ્રશાળા વાઘરેચની ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિબહેન પટેલનો સમાવેશ થયો. નવતર શિક્ષણ પદ્ધતિઓ માટે વિશેષ ઓળખ શ્રીમતી કીર્તિબહેન પટેલ તેમની અનોખી શિક્ષણ પદ્ધતિઓ માટે જાણીતા છે. સ્વરચિત બાળગીતો અને વિવિધ રમતો દ્વારા ...